ભારતની જીડીપી વધશે
રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલે જણાવ્યું છે કે 2026 સુધીમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર વધીને સાત ટકા થશે, જ્યારે ચીનનો દર 4.6 ટકા રહેશે. એશિયા-પેસિફિકનું ગ્રોથ એન્જિન ચીનથી દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં શિફ્ટ થશે. વિયેતનામનો વિકાસ દર 6.8 ટકા, ફિલિપાઈન્સનો 6.4 ટકા અને ઈન્ડોનેશિયાનો પાંચ ટકા હોઈ શકે છે. ચીનનો જીડીપી નાણાકીય વર્ષ 2024માં 4.6 ટકા, 2023માં 5.4 ટકા અને 2025માં 4.8 ટકા રહેશે.
સોનું ઓલટાઇમ હાઇ
સોનું મંગળવાર 28 નવેમ્બરે તેની ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું 476 રૂપિયા મોંઘું થઇને 61,913 રૂપિયામાં વેચાયું. અગાઉ આ વર્ષે 4 મેના રોજ સોનું તેની સર્વોચ્ચ સપાટીએ હતું. ત્યારે તેની કિંમત 61,646 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે શેરબજારમાં ચાલી રહેલી વધઘટને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. જેના કારણે આગામી એક વર્ષમાં સોનું 67 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
બેંકોમાં આવશે નોડલ ઓફિસર
બેંક ફ્રોડના વધતા જતા કિસ્સાઓને જોતા સરકારે સાયબર સિક્યોરિટીને લગતી તમામ બાબતોનો સામનો કરવા બેંકોને નોડલ ઓફિસરની નિમણૂક કરવા જણાવ્યું છે. નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ કહ્યું કે સરકારે કહ્યું કે શંકાસ્પદ ગતિવિધિઓને કારણે 70 લાખ સિમ કાર્ડ બ્લોક કર્યા બાદ હવે તે 70 લાખ ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી એટલે કે આઈએમઈઆઈને પણ બ્લોક કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય 259 નાણાકીય સંસ્થાઓને ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર-I4C સાથે જોડવામાં આવી છે. જ્યારે 800 વધુ સંસ્થાઓને વહેલા રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું છે. વિવેક જોશીએ કહ્યું કે સાયબર ફ્રોડ પર અંકુશ મેળવવા માટે તમામ એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનની જરૂર છે.
UPIથી માત્ર આટલું જ પેમેન્ટ થઇ શકશે?
હવે પછીના સમાચાર પણ ઓનલાઈન પેમેન્ટ સંબંધિત છેતરપિંડીને રોકવા માટે સરકારની નવી સ્કીમ સાથે સંબંધિત છે…. સરકારે પ્રથમ વખત બે યુઝર્સ વચ્ચે ડિજિટલ પેમેન્ટ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછો ચાર કલાકનો રિઝર્વ ટાઇમ રાખવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ નવી સિસ્ટમ 2000 રૂપિયા અને તેનાથી વધુની ચૂકવણી પર લાગુ કરવામાં આવશે… તેમાં UPI સાથે અન્ય તમામ પ્રકારના ડિજિટલ પેમેન્ટ જેમ કે IMPS અને RTGSનો પણ સમાવેશ થશે… હાલના નિયમો મુજબ. .. નવા UPI એકાઉન્ટમાંથી પ્રથમ 24 કલાકમાં મહત્તમ 5,000 રૂપિયા જ મોકલી શકાય છે… નવા નિયમો હેઠળ 2000 રૂપિયાથી વધુના પ્રથમ ડિજિટલ પેમેન્ટ પર 4 કલાકની મર્યાદા લાદવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુઝર્સ તેના પેમેન્ટને રિવર્સ કરી શકશે અથવા રકમ બદલી પણ શકશે..મહત્વનું છે કે આરબીઆઈના વાર્ષિક રિપોર્ટ મુજબ 2022-23માં કુલ 13,530 ફ્રોડના કેસો નોંધાયા છે. જેમાં 30,252 કરોડ રૂપિયાની રકમનો સમાવેશ થાય છે.
આ દેશમાં ભારતીયોને મફત વિઝા
ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના પ્રવાસીઓને મફત ટૂરિસ્ટ વિઝા આપવાના નિર્ણયને શ્રીલંકા સરકારની કેબિનેટ દ્વારા ઓક્ટોબર મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી. હવે ઈમિગ્રેશન વિભાગ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ 30 દિવસ માટે મફત વિઝા ઓફર કરવાનો પાયલોટ પ્રોજેક્ટ 31 માર્ચ, 2024 સુધી અમલમાં રહેશે. શ્રીલંકામાં આગમન પર પ્રવાસીઓને ડ્યુઅલ એન્ટ્રી સ્ટેટસ આપવામાં આવશે અને વિઝાની માન્યતા આ ટાપુ રાષ્ટ્રમાં 30 દિવસના રોકાણ સુધી મર્યાદિત રહેશે. ભારત પરંપરાગત રીતે શ્રીલંકાનું ટોપ ઇનબાઉન્ડ ટુરિઝમ માર્કેટ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો