Money9: દેશમાં અત્યારે 18 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહન રજિસ્ટર્ડ છે. યૂપીમાં સૌથી વધુ 4 લાખ 14 હજાર 978 ઇ-વાહન રજિસ્ટર્ડ છે. ત્યારબાદ દિલ્હીમાં 1 લાખ 83 હજાર 74 અને મહારાષ્ટ્રમાં 1 લાખ 79 હજાર 87 ઇલેક્ટ્રિક વાહન રજિસ્ટર્ડ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડિસેમ્બર 2022માં રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. જો તમે પણ ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આશુતોષની જેમ તમારા મનમાં પણ સવાલો ઉભા થવા સ્વાભાવિક છે, કે ઇલેક્ટ્રિક વ્હીકલ પર કેટલી સબ્સિડી મળે છે? રાજ્ય સરકારો કેટલી છૂટ આપી રહી છે? આવો આ તમામ બાબતોને વિગતવાર સમજીએ…
ફેમ-2 સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર ટુ વ્હીલર માટે પ્રતિ કિલોવોટ 15 હજાર રૂપિયા સબ્સિડી આપે છે. સબ્સિડીની રકમ વાહનની કિંમતના 40 ટકા સુધી હોઇ શકે છે. થ્રી વ્હીલર માટે 10 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટની સબ્સિડી છે. આ જ રીતે ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહન માટે પ્રતિ કિલોવોટ 10 હજાર રૂપિયા સબ્સિડી મળે છે. હવે આને ઉદાહરણથી સમજીએ..
એથર (Ather) એનર્જીની વેબસાઇટ અનુસાર એથર 450 પ્લસ ટૂ-વ્હીલરની આગ્રામાં સબ્સિડી વગર એક્સ શો-રૂમ કિંમત 1 લાખ 72 હજાર 773 રૂપિયા છે. તેમાં 19,975 રૂપિયા પોર્ટેબલ ચાર્જરના ઉમેરાશે..ફેમ-2 હેઠળ 55,500 રૂપિયાની સબ્સિડી અને 10 હજાર રૂપિયાનો લિમિટેડ પીરિયડ પ્રાઇસ બેનેફિટ મળવા સાથે તેની એક્સ શો-રૂમ કિંમત 1,27,249 રૂપિયા થઇ જશે..
આ જ રીતે, અમદાવાદમાં ફેમ-2 સબ્સિડી ઉપરાંત ગ્રાહકોને 20,000 રૂપિયાની સ્ટેટ સબ્સિડી મળશે….ત્યારે તેની એક્સ શો-રૂમ કિંમત ઘટીને 1,07,302 રૂપિયા થઇ જશે.
ઇ-વાહનને પ્રોત્સાહન આપવા માટે UPની યોગી સરકારે માર્ચ 2023માં નોટિફિકેશન બહાર પાડ્યું છે. રાજ્યમાં વેચવામાં આવેલા અને રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનો પર 3 વર્ષ સુધી રોડ ટેક્સ અને રિજસ્ટ્રેશન ફી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ 14 ઓક્ટોબર 2022થી 13 ઓક્ટોબર 2025 સુધી લાગુ રહેશે. જો કોઇ વ્યક્તિ યૂપીમાં બનેલુ ઇલેક્ટ્રિક વાહન ખરીદે છે તો તેને 3 વર્ષના બદલે 5 વર્ષ સુધીની છૂટ મળશે. આ નિર્ણય ગયા વર્ષે ઓક્ટોબરમાં રજૂ થયેલી ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ એન્ડ મોબિલિટી પોલિસી 2022 બાદ આવ્યો છે.
આ ઉપરાંત, પોલિસી હેઠળ ઇ-વાહનની ફેક્ટરી કિંમત પર 15 ટકા સબ્સિડી પણ મળશે. તેમાં પ્રથમ 2 લાખ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટે પ્રતિ વાહન 5000 રૂપિયા, પ્રથમ 50 હજાર થ્રી-વ્હીલર માટે મહત્તમ 12,000 રૂપિયા અને પ્રથમ 25 હજાર ઇલેક્ટ્રિક ફોર વ્હીલર માટે પ્રતિ વાહન 1 લાખ રૂપિયા સુધીની સબ્સિડી સામેલ છે…
ઇ વાહનને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ સહિત ઘણાં રાજ્યો પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમાં સબ્સિડીથી લઇને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં આંશિક કે સંપૂર્ણ છૂટ સામેલ છે. સ્ટેટ સબ્સિડી દરેક રાજ્યમાં અલગ-અલગ છે. એટલે ઇ-વાહન ખરીદતા પહેલા સંબંધિત ડીલર પાસેથી કેન્દ્ર સરકારઅને રાજ્ય સરકારની સબ્સિડી અંગે સંપૂર્ણ જાણકારી મેળવી લો.
પેટ્રોલ-ડીઝલ ગાડીઓ પર 28 ટકા GST છે…તેની ઉપર 1 ટકાથી 22 ટકા સેસ લાગે છે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનો પર ફક્ત 5 ટકા GST છે. જ્યારે ઇનકમ ટેક્સ એક્ટની સેક્શન 80EEB હેઠળ, લોન લઇને ઇ-વાહન ખરીદવા પર વ્યાજની રકમ પર દોઢ લાખ સુધીના ડિડક્શનનો લાભ લઇ શકાય છે. આના માટે જરૂરી છે, કે લોન 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2023ની વચ્ચે મંજૂર થયેલી હોવી જોઇએ. જો તમે ઇ-વાહન ખરીદીને ટેક્સ છૂટ મેળવવા માંગો છો તો તમારા માટે 31 માર્ચ સુધીનો જ સમય છે.
ઇલેક્ટ્રિક વ્હીકલ ઇંધણનો ખર્ચ ઘટાડવા, પર્યાવરણને દૂષિત થવાથી બચાવવાની સાથે GSTનો બોજ ઘટાડીને ફાયદો કરી આપે છે. આશુતોષની જેમ તમે પણ ઇ-વ્હીકલથી કેવા ફાયદા થાય છે તે સમજી ગયા હશો. જો કે, ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે હજુ ઘણાં પગલા લેવા જરૂરી છે. જેમ કે બેટરીની કિંમતમાં ઘટાડો કરવો. વ્યાપક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેટરી સ્વેપિંગની વ્યવસ્થા તૈયાર કરવાની જરુર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો