પ્રોપર્ટીના વેચાણ વખતે લાગતા LTCG/STCG ટેક્સમાં આ રીતે મેળવો છૂટ php // echo get_authors();
?>
ઘર અથવા જમીન જેવી કેપિટલ એસેટ વેચવા પર નફો એટલે કે કેપિટલ ગેઈન થતો હોય,, તો તે નફા પર ટેક્સ ભરવો પડે છે.. કેપિટલ ગેઈન પર LTCG અને STCG ટેક્સ એમ બે રીતે ટેક્સ લાગે છે.. ત્યારે પ્રોપર્ટી વેચવા પર ટેક્સનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવશે… કેવી રીતે બચાવી શકાય ટેક્સ.. ચાલો જાણીએ..
MONEY9 GUJARATI: મહેશે વર્ષ 2015માં ફ્લેટ 31 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો… હવે તે તેને વેચવા માંગે છે… તેને કોઈએ કહ્યું કે પ્રૉપર્ટી વેચવા પર ટેક્સ લાગશે… મહેશ હવે ગુસ્સામાં છે… પહેલા ઘર ખરીદવા પર ટેક્સ ભરો… પછી રહેવા પર ટેક્સ ભરો… અને હવે વેચવા પર પણ ટેક્સ.. ખરેખર, પ્રોપર્ટીના વેચાણથી થયેલો નફો આવક તરીકે ગણવામાં આવે છે… જો આવક હોય તો ટેક્સ ભરવો પડે છે… પ્રોપર્ટી વેચવા પર ટેક્સનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવશે… કેવી રીતે બચાવી શકાય ટેક્સ.. ચાલો જાણીએ..
પ્રૉપર્ટી વેચવા પર બે રીતે લાગે છે ટેક્સ
જો ઘર અથવા જમીન જેવા કેપિટલ એસેટ વેચવા પર નફો એટલે કે કેપિટલ ગેઈન હોય,, તો તે નફા પર ટેક્સ ભરવો પડે છે… કેપિટલ ગેઈન પર બે રીતે ટેક્સ લાગે છે…
જો ઘર 2 વર્ષ કે તેથી વધુ સમય માટે રાખ્યા પછી વેચવામાં આવે છે… તો તેને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન એટલે કે LTCG તરીકે ગણવામાં આવશે… કેપિટલ ગેઈન પર ઈન્ડેક્સેશન બેનિફિટની સાથે 20% ટેક્સ લાગશે… જ્યારે, 24 મહિના કરતા પહેલા મકાનના વેચાણથી થયેલા નફાને શૉર્ટ ટર્મ કેપિટલ ગેઈન એટલે કે STCG ગણવામાં આવશે…શૉર્ટ ટર્મ ગેઈનના કિસ્સામાં નફો મહેશની નિયમિત આવકમાં ઉમેરવામાં આવશે… અને મહેશ જે ઈનકમ સ્લેબમાં આવે છે તે મુજબ ટેક્સ ચૂકવવો પડશે…
કૉસ્ટ ઑફ એક્વિઝિશન છે મહત્વપૂર્ણ
પ્રૉપર્ટી પર કેપિટલ ગેઈનના કેલ્કયુલેશનમાં કૉસ્ટ ઑફ એક્વિઝિશન એટલે કે પ્રૉપર્ટી ખરીદવાનો કુલ ખર્ચ ખુબ જ મહત્વનો હોય છે.. કૉસ્ટ ઑફ એક્વિઝિશનમાં પ્રૉપર્ટીની ખરીદ કિંમત ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ફી, બ્રોકરેજ, અંડર કન્સ્ટ્રક્શન પ્રૉપર્ટીના કિસ્સામાં GST જેવી બાબતો સામેલ હોય છે.. ઉપરાંત, પ્રૉપર્ટીના સમારકામ અથવા રિનોવેશન માટે થયેલા ખર્ચને પણ કૉસ્ટ ઑફ એક્વિઝિશનનો જ ભાગ ગણવામાં આવશે…આ ખર્ચનો ક્લેમ કરવા માટે તમારી પાસે ટ્રાન્સફર ડીડ, બિલ સહિત અન્ય દસ્તાવેજો હોવા આવશ્યક છે…
જો ઘર ખરીદવા માટે હોમ લોન લેવામાં આવી હોય… તો તેના પર ચૂકવવામાં આવતા વ્યાજને પણ એક્વિઝિશન કૉસ્ટમાં સામેલ કરી શકાય છે…જો કે, અગાઉના વર્ષોના ઈનકમ ટેક્સ રિટર્નમાં ડિડક્શન તરીકે આ રકમનો દાવો કરવામાં આવ્યો ના હોવો જોઈએ..
LTCGમાં કેવી રીતે મળશે મોંઘવારીનો લાભ?
મહેશે વર્ષ 2015માં ઘર ખરીદ્યું હતું… અને વર્ષ 2023માં તેને 50 લાખ રુપિયામાં વેચી રહ્યો છે… તેથી આ લૉન્ગ ટર્મ ગેઈનનો કેસ છે…એવું લાગે છે કે તે ઘર વેચીને 19 લાખ રુપિયા (50 લાખ-31 લાખ) કમાયો,, પરંતુ, એવું નથી…લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈનના કિસ્સામાં, તેને ઇન્ડેક્સેશન એટલે કે મોંઘવારીનો લાભ મળશે..
LTCG ટેક્સની ગણતરીમાં, પ્રૉપર્ટીની એક્વિઝિશન કૉસ્ટની ઈન્ડેક્સ વેલ્યૂ,, એટલે કે મોંઘવારીના હિસાબે તેની કિંમત કાઢવામાં આવે છે.. ઈન્ડેક્સ વેલ્યૂ કાઢવા માટે તમે કૉસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એટલે કે CIIની મદદ લઈ શકો છો. જે ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે…
કેવી રીતે કાઢશો પ્રૉપર્ટીની ઈન્ડેક્સ કૉસ્ટ?
મોંઘવારીના હિસાબે પ્રૉપ્રટીની ખરીદ કૉસ્ટ કાઢવા માટે જે વર્ષે ઘર વેચવામાં આવી રહ્યું છે,, તે વર્ષના CIIને એક્વિઝિશન કોસ્ટ દ્વારા ગુણાકાર કરો, પછી જે વર્ષમાં મકાન ખરીદવામાં આવ્યું છે તે વર્ષના CII વડે ભાગ્યા કરી દેવાનું હોય છે…
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિફાઈ કૉસ્ટ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24નો (કામચલાઉ) CII 348 છે… જ્યારે વર્ષ 2015-16 માટે કૉસ્ટ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ 254 છે…
આ કિસ્સામાં, મહેશની પ્રૉપર્ટીની ઈન્ડેક્સ કૉસ્ટ 42,47,244 રુપિયા (31 લાખ * 348/254) આવશે.. આ કિસ્સામાં, તેનો લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન 19 લાખ રુપિયા નહીં, પરંતુ 7 લાખ 52 હજાર રુપિયા થશે.. જેના પર તેને 20% ટેક્સ ચૂકવવો પડશે… ઈન્ડેક્સેશન બેનિફિટના કારણે મહેશનો ટેક્સ 3 લાખ 80 હજાર રૂપિયાને બદલે 1 લાખ 50 હજાર 400 રૂપિયા થશે…
એટલું જ નહીં, મહેશ ઈચ્છે તો 1.5 લાખ રુપિયાનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પણ બચાવી શકે છે… આ માટે તેણે સેક્શન 54 હેઠળ રેસિડેન્શિયલ પ્રૉપર્ટી ખરીદવી અથવા બાંધવી પડશે… જૂનું મકાન વેચીને મેળવેલી આવક નવું મકાન ખરીદવાથી ટેક્સ નહીં લાગે…10 કરોડ રુપિયા સુધીના કેપિટલ ગેઇન્સ પર જ રેસિડેન્શિયલ પ્રૉપર્ટી ખરીદીને ટેક્સ છૂટ મેળવી શકાય છે… આનાથી વધુ નફા પર ટેક્સ લાગશે… જો મહેશ 50 લાખ રુપિયાથી વધુનું નવું મકાન ખરીદે છે,, તો તેને 1% TDS કાપીને વેચનારને પેમેન્ટ કરવાનું રહેશે..
Published August 31, 2023, 15:35 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો