MONEY9 GUJARATI: સુભાષને ક્યાંકથી ખબર પડી કે ભાડાના મકાન (Rented house)માં રહેવા પર ટેક્સ છૂટ (Tax Exemption) મળે છે…આ સાંભળીને તે ખુશ થઈ ગયો…કારણ કે ટેક્સ (Tax) બચાવવા માટે વધારે રોકાણ (investment) કરવું નહીં પડે…House Rent Allowance એટલે કે HRAની રકમ જાણવા માટે તેણે કંપનીમાં પૂછપરછ કરી તો ખબર પડી કે તેની કંપની HRA આપતી નથી… સુભાષ નિરાશ થઈ ગયો… સુભાષ જેવા ઘણા લોકો છે, જેમને HRA નથી મળતું, તો શું તેમને ટેક્સમાં છૂટ નહીં મળે… ચાલો જાણીએ….
મોટાભાગના પગારદાર લોકો માટે હાઉસ રેન્ટ એલાઉન્સ તેમના પગારની આવકનો એક ભાગ હોય છે… જેતે વ્યક્તિના CTC અને સેલેરી બ્રેકઅપમાં તેનો ઉલ્લેખ થયેલો હોય છે…. સામાન્ય રીતે, ભાડાની રકમ પર ડિડક્શનનો ક્લેમ કરવા માટેની શરત એ છે કે તમને કંપની તરફથી HRA મેળવું જોઈએ.. જો કે, આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ કંપની પાસેથી HRA ના મળતું હોય તો પણ ભાડાની રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે..
કેટલીક નાની કંપનીઓ તેમના કર્મચારીઓને હાઉસ રેન્ટ એલાઉન્સ આપતી નથી… આવા કર્મચારીઓ કલમ 80GG હેઠળ મકાન ભાડા પર ડિડક્શન ક્લેમ કરી શકે છે… આ સિવાય, જેઓ સેલ્ફ-એમ્પ્લૉયડ છે એટલે કે જેઓ પોતાનો વ્યવસાય ચલાવે છે કે પછી ફ્રીલાન્સિંગ કરી રહ્યા છો અને જે મકાનમાં રહી રહ્યા છે તેનું ભાડું ચૂકવે છે, તો આવા લોકો પણ 80GGનો લાભ મેળવી શકે છે…
કલમ 80GG હેઠળ ટેક્સ છૂટ મેળવવા માટે કેટલીક શરતો છે… કપાતનો દાવો કરનાર વ્યક્તિ શહેરમાં જ્યાં તે રહેતો હોય અને કામ કરતો હોય ત્યાં કોઈ ઘર ધરાવતો ના હોવો જોઈએ.. તેની પત્ની અને સગીર બાળકોના નામે પણ તે શહેરમાં કોઈ ઘર ન હોવું જોઈએ,, જે શહેરમાં તે વ્યક્તિની ઓફિસ હોય અથવા તે કોઈ ધંધો કરતો હોય.. એવા લોકો આ ડિડક્શનનો લાભ મેળવી શકે છે, જેમનું પોતાનું ઘર રોજગારના શહેર સિવાય અન્ય કોઈ શહેરમાં આવેલું છે. પરંતુ આ ઘર સેલ્ફ ઑક્યુપાઈજડ પ્રૉપર્ટી ના હોવી જોઈએ.
હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRAની જેમ, 80GGમાં ભાડા પર ડિડક્શન લેવાની એક ફોર્મ્યુલા છે… ત્રણ ફેક્ટરના આધારે ડિડક્શનની રકમ નક્કી કરવામાં આવે છે… પ્રથમ 5000 રુપિયા પ્રતિ મહિને એટલે કે 60 હજાર રુપિયા પ્રતિ વર્ષ… આનો અર્થ છે કે તમે ગમે તેટલું ભાડું ચૂકવો છો, તમે એક વર્ષમાં માત્ર 60 હજાર રુપિયા સુધી જ ડિડક્શન લઈ શકો છો… બીજું- કુલ આવકના 25 ટકા… આમાં 80C જેવા ડિડક્શન સામેલ નથી હોતા અને ત્રીજું – વાર્ષિક ભાડામાંથી વાર્ષિક આવકના 10 ટકા ઘટાડવાથી જે રકમ આવે તે.. ત્રણમાંથી જે રકમ સૌથી ઓછી હશે તેટલું ડિડક્શન મળશે..
હવે આને એક ઉદાહરણથી સમજીએ… ધારો કે સુભાષની વાર્ષિક આવક 15 લાખ રુપિયા છે… તેઓ 80C સહિત અન્ય કલમો હેઠળ લગભગ 2 લાખ રુપિયાનું ડિડક્શન ક્લેમ કરે છે… આવી સ્થિતિમાં તેમની કુલ આવક 13 લાખ રુપિયા થશે.. જો તેઓ દર મહિને 20 હજાર રૂપિયા એટલે કે વાર્ષિક 2 લાખ 40 હજાર ભાડા તરીકે ચૂકવતા હોય, તો તેઓ ત્રણમાંથી એક રકમનો દાવો કરી શકશે… પ્રથમ – 60,000 રુપિયા… બીજી આવકના 25 ટકા એટલે કે 3 લાખ 25 હજાર અને ત્રીજું, વાર્ષિક ભાડા માઈનસ આવકના 10 ટકા એટલે કે 1 લાખ 10 હજાર રુપિયા (2.40 – 1.30 લાખ)… સૌથી ઓછી રકમ 60 હજાર રુપિયા છે એટલે કે આટલું ડિડક્શન તેમને આપવામાં આવશે…
કલમ 80GG હેઠળ ભાડા પર ડિડક્શન ક્લેમ કરવા માટે, ફોર્મ 10BA ભરવાનું રહેશે. તમને આ ફોર્મ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઇ-ફાઇલિંગ પોર્ટલમાં લોગ ઇન કર્યા પછી ઇ-ફાઇલ સેક્શનમાં મળશે. આમાં, તમને ભાડાની રકમ સમયગાળો, મકાનમાલિકનું નામ અને સરનામા જેવી ડિટેલ્સ દાખલ કરીને ડિક્લેરેશન ભરવાનું રહેશે. ડિક્લેરેશન અપ્રુવ થાય પછી, તમે રિટર્ન ફાઇલ કરતી વખતે કલમ 80GG ના ઓપ્શન પર ક્લિક કરીને ક્લેમ કરી શકો છો.
સુભાષની જેમ, જો તમે પણ કલમ 80GG હેઠળ ભાડા પર ટેક્સ છૂટ મેળવી શકો છો… ડિડક્શનની રકમ તમારી આવકમાંથી બાદ કરવામાં આવશે અને તમારો ટેક્સ ઓછો થઈ જશે.. ડિડક્શનનો ક્લેમ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે. .. પ્રથમ – નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ 80GGનું ડિડક્શન નહીં લઈ શકે.. બીજું – HRA અને 80GG બંનેનો લાભ એકસાથે નહીં મેળવી શકો.. ત્રીજું – જો વાર્ષિક ભાડું 1 લાખથી વધુ હોય તો મકાનમાલિકનો PAN નંબર આપવો પડશે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો