Money9: વિશાલ થોડો ચિંતિત છે. હકીકતમાં નવેમ્બરમાં તેના લગ્ન થવાના છે સમસ્યાનું કારણ લગ્ન નથી, પણ ટેક્સ છે. વિશાલને ક્યાંકથી ખબર પડી કે ગિફ્ટ લેવા પર ટેક્સ ભરવો પડે છે. વિશાલને ચિંતા છે કે જો તેને લગ્નમાં પરિવારજનો, સંબંધીઓ અને મિત્રો તરફથી મોંઘી ગિફ્ટ્સ મળશે તો તેણે તેના પર ટેક્સ ભરવો પડશે. લગ્નમાં ગિફ્ટિંગનો ટ્રેન્ડ થોડો બદલાયો છે. પહેલા લોકો મોટાભાગે રોકડ અથવા ઘરેણાં ભેટ તરીકે આપતા હતા. પરંતુ હવે શેર, એફડી અને પ્રોપર્ટી આપવાનું ચલણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં વિશાલની ચિંતા સ્વાભાવિક છે. આવો જાણીએ કે વેડિંગ ગિફ્ટ પર ટેક્સના નિયમો શું છે.
લગ્નમાં સ્થાવર અને જંગમ એમ બંને મિલકત ભેટ તરીકે આપવામાં આવે છે. શેર્સ, ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD, મ્યુચ્યુઅલ ફંડ અને જ્વેલરી જંગમ છે. જ્યારે જમીન, મકાન, ફ્લેટ વગેરે સ્થાવર મિલકત હેઠળ આવે છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ એક નાણાકીય વર્ષમાં 50,000 રૂપિયાથી વધુની કિંમતની કોઈ ભેટ મળે તો ટેક્સ ચૂકવવો પડે છે. જો કે, રિલેટિવની વ્યાખ્યામાં આવતા લોકો પાસેથી ગમેતેટલી કિંમતની અને કોઇપણ પ્રકારની ભેટો મળે તો તેની પર કોઈ ટેક્સ નથી લાગતો.
સંબંધીની વ્યાખ્યામાં પત્ની, ભાઈ-બહેન, માતા-પિતા, પત્નીના માતા-પિતા વગેરેનો સમાવેશ થાય છે. આનો અર્થ એ થયો કે લગ્ન સિવાય, સામાન્ય દિવસોમાં પણ, જો વિશાલને આવા લોકો પાસેથી શેર, એફડી, મ્યુચ્યુઅલ ફંડ અથવા કોઈ પ્રોપર્ટી ભેટ તરીકે મળે છે… જેને આવકવેરા કાયદામાં ‘સંબંધી’ ગણવામાં આવ્યા છે..તો તે ભેટો પર વિશાલે ટેક્સ નહીં ભરવો પડે.
હવે મિત્રો કે પરિચિતોની વાત કરીએ… કારણ કે લગ્નમાં તેમની પાસેથી ઘણી ભેટો મળે છે… આવકવેરા કાયદા મુજબ…લગ્ન એ એકમાત્ર એવો પ્રસંગ છે જ્યારે વ્યક્તિને ગમે તેટલી મોંઘી ભેટ મળે… જંગમ કે સ્થાવર મિલકત… તેણે કોઈ ટેક્સ ચૂકવવો નથી પડતો. જો તમે લગ્ન સિવાયના પ્રસંગો જેમ કે વર્ષગાંઠ, જન્મદિવસ અથવા તહેવારો પર ગિફ્ટ મેળવો છો, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે.
આવી સ્થિતિમાં, માત્ર બે કંડિશનમાં ટેક્સ નહીં લાગે. પહેલું – જો એક નાણાકીય વર્ષમાં ગિફ્ટની રકમ 50 હજાર રૂપિયાથી ઓછી હોય તો… બીજું – જો ગિફ્ટ કોઇ નજીકના સંંબંધી પાસેથી પ્રાપ્ત થઈ રહી હોય. એ તો ક્લિયર છે કે લગ્ન પર વિશાલ અથવા તેની પત્નીને ગિફ્ટ તરીકે કંઈપણ મળે. કોઈપણ વ્યક્તિ પાસેથી એટલે કે પરિવાર, સંબંધીઓ અથવા મિત્રો..કોઇની પણ પાસેથી મળે..આ ગિફ્ટ્સ પર તેણે ટેક્સ નહીં ચૂકવવો પડે. વિશાલે ટેક્સ ત્યારે ભરવો પડશે જ્યારે ગિફ્ટથી કોઇપણ જાતની કમાણી થઇ હોય.
ચાલો આને એક ઉદાહરણથી સમજીએ… ધારો કે વિશાલને તેના સસરા તરફથી ગિફ્ટમાં એક ઘર મળ્યું છે… જે તેણે ભાડે આપ્યું છે… મતલબ કે વિશાલને તેમાંથી ભાડાની આવક થઈ રહી છે. આને ગિફ્ટની કમાણી કહેવાશે. વિશાલે આ ભાડાની આવક પર ટેક્સ ભરવો પડશે. તેવી જ રીતે, જો રૂ. 5 લાખની FD ભેટ તરીકે મળે છે… તો FDમાંથી મળતું વ્યાજ વિશાલ માટે કરપાત્ર રહેશે. એટલું જ નહીં, જો વિશાલ ગિફ્ટમાં મળેલી પ્રોપર્ટી, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ વેચે છે, તો તેણે કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. કેપિટલ ગેઇન ટેક્સ હોલ્ડિંગ પિરિયડ પર એટલે કે કેટલા સમય સુધી એસેટ હોલ્ડ કરીને તેને વેચવામાં આવી છે તેની પર આધાર રાખશે. અલગ-અલગ એસેટ માટે હોલ્ડિંગ પિરિયડ અલગ-અલગ હોય છે.
ધારો કે વિશાલને નવેમ્બર 2023માં મકાન મળ્યું… જે તેણે વર્ષ 2027માં વેચ્યું… મકાન વેચવાથી થયેલો નફો કેપિટલ ગેઈન તરીકે ગણવામાં આવશે. હોલ્ડિંગ પિરિયડની ગણતરી ઘર જે તારીખે ગિફ્ટમાં મળ્યું તે તારીખથી નહીં પરંતુ ઘરની ખરેખર ખરીદેલી તારીખથી કરવામાં આવશે. વિશાલની જેમ, જો તમે પણ લગ્ન કરવા જઈ રહ્યા છો અને ગિફ્ટને લઈને ચિંતિત છો તો ચિંતા ન કરતાં. લગ્નમાં વર-કન્યાને ગમે તેટલી મોંઘી ભેટ મળે, તેની પર કોઈપણ જાતનો ટેક્સ નહીં લાગે. પરંતુ ટેક્સ ત્યારે ચૂકવવો પડશે જ્યારે ગિ્ફ્ટમાંથી કોઈપણ પ્રકારની કમાણી થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો