• સૉવરિન ગોલ્ડ બૉન્ડ સીરિઝ III

    18થી 22 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેલી SGBની ત્રીજી સીરિઝમાં એક ગ્રામની કિંમત 6,199 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો તમે ઓનલાઈન અરજી કરો અથવા ડિજિટલી પેમેન્ટ કરો તો સરકાર તમને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે. ડિસ્કાઉન્ટ બાદ એક યુનિટ 6,149 રૂપિયામાં પડશે.