• શું ઘઉં, ચોખા સસ્તા થશે?

    ઘઉં, ચોખા અને લોટની મોંઘવારીને ઘટાડવા માટે સરકારે ઘઉં અને ચોખાની સાપ્તાહિક ઈ-હરાજી શરૂ કરી છે. આ હરાજી ઓપન-માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ FCI દ્વારા કરવામાં આવે છે. સરકારે OMSS હેઠળ માર્ચ 2024 સુધી 101.5 લાખ ટન ઘઉંની ફાળવણી કરી છે.