રિલાયન્સ અને ટાટા, રોકાણ કરવા માટે કયો શેર સારો? php // echo get_authors();
?>
છેલ્લા 10 વર્ષમાં રિલાયન્સ ગ્રુપનો આકાર અંદાજે પોણા 8 ટકા વધ્યો છે. ગ્રુપનું માર્કેટ કેપ અંદાજે 2.5 લાખ કરોડ રૂપિયા વધીને 18 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. તો બીજી તરફ 24 લાખ કરોડના માર્કેટ કેપની સાથે ટાટા ગ્રુપ દેશનું સૌથી મૂલ્યાવાન કોર્પોરેટ ગ્રુપ છે.
Money9: મુંબઇની ફાતિમા બેન અને જામનગરની સરલા બેન બન્ને 3 દશકથી પાક્કી બહેનપણીઓ છે પરંતુ જ્યારે વાત શેર બજારમાં રોકાણ કરવાની આવે તો બન્નેનો અભિપ્રાય જુદો છે. ફાતિમાબેને છેલ્લા 10 વર્ષમાં ટાટા ગ્રુપની કંપનીઓમાંથી કમાણી કરી છે. તો બીજીબાજુ સરલાબેન રિલાયન્સ ગ્રુપમાં પૈસા કમાયા છે…પરંતુ આ બન્ને groupsનો આકાર કેવો છે, દેવું કેટલું છે, બન્ને groupsએ કેવા રિટર્ન આપ્યા છે, તેમના પ્રમોટર્સનું બેક ગ્રાઉન્ડ કેવું છે, પબ્લિકનું હોલ્ડિંગ કેવું છે અને બન્ને groupsની કંપનીઓમાં તમારે શું કરવું જોઇએ?…આવો સમજીએ…
મુંબઇમાં લગ્નના એક functionમાં ભેગા થયેલા ફાતિમા બેન અને સરલા બેન વચ્ચે થોડાક સમય સુધી આમ-તેમ વાતચીત થઇ ત્યારબાદ હંમેશાની જેમ રિલાયન્સ અને ટાટા ગ્રુપમાં રોકાણ કરવા અંગે વાકયુદ્ધ છેડાઇ ગયું.
સરલા બેન કહે છે કે છેલ્લા 10 વર્ષમાં રિલાયન્સ ગ્રુપનો આકાર અંદાજે પોણા 8 ટકા વધ્યો છે. ગ્રુપનું માર્કેટ કેપ અંદાજે 2.5 લાખ કરોડ રૂપિયા વધીને 18 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. અંદાજે 16.5 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. છેલ્લા એક દશકમાં કંપનીએ Network 18, Den Networks, Hathway Cable, Sintex Ind, Just Dial જેવી કંપનીઓનું અધિગ્રહણ કર્યું છે. તો Sterling & Wilsonનો 40 ટકા હિસ્સો પણ ખરીદ્યો છે. આ ઉપરાંત 3 નવા બિઝનેસમાં વિસ્તરણ કર્યું છે. 2016માં જિયોના નામે ટેલીકોમ બિઝનેસમાં એન્ટ્રી લીધી જે આજે દેશનું સૌથી મોટું અને દુનિયાનું ત્રીજું સૌથી મોટું ટેલીકોમ નેટવર્ક છે.
બીજી તરફ રિલાયન્સ રિટેલ અંદાજે 2.25 લાખ કરોડના વેચાણની સાથે દેશની દિગ્ગજ રિટેલ કંપની છે જે Independence બ્રાન્ડ હેઠળ પોતાના FMCG ઉત્પાદનો વેચે છે. 2021માં ન્યૂ એનર્જી બિઝનેસનો પાયો નાંખવામાં આવ્યો જેના દ્વારા કંપની ગીગા ફેક્ટરીઝ લગાવશે, સોલાર PV module, electrolyser અને વિંડ પાવર ઉત્પાદનમાં ઉતરવા જઇ રહી છે. જો કે બિઝનેસ વિસ્તારના આ સમયમાં ગ્રુપની 8 કંપનીઓ પર દેવું અંદાજે 3 ગણું વધીને 3.20 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. પરંતુ આ સમયગાળા દરમિયાન રિટર્ન ઘણું જબરદસ્ત રહ્યું છે. JFSLનું ડિમર્જર થવા છતાં દિગ્ગજ RILએ સૌથી વધુ અંદાજે 8 ગણું રિટર્ન કમાઇને આપ્યું છે અને આ કંપનીમાં પબ્લિકનો અંદાજે 50 ટકા હિસ્સો છેલ્લા એક દશકમાં લગભગ યથાવત છે. જેનાથી 325 કરોડથી વધુ શેર હોલ્ડ કરનારા પબ્લિક શેરધારકોને પણ ફાયદો થયો છે.
હવે આવ્યો ફાતિમાબેનનો વારો..તે બોલ્યા..રિલાયન્સ ભલે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે પરંતુ 24 લાખ કરોડના માર્કેટ કેપની સાથે ટાટા ગ્રુપ દેશનું સૌથી મૂલ્યાવાન કોર્પોરેટ ગ્રુપ છે. છેલ્લા એક દશકમાં ટાટા ગ્રુપે વિદેશમાં Franceની Alti SAનું અધિગ્રહણ કર્યું તો ડોમેસ્ટિક સ્તરે Tejas Networks, Bhushan Steel, BigBasket, 1mg, Air India અને Nilachal Ispatને પણ ખરીદી..બિઝનેસ વિસ્તરણ માટે આ ગ્રુપ પર લોનની રકમ અંદાજે 2 લાખ કરોડ રૂપિયાથી લગભગ 50 ટકા વધીને 3 લાખ કરોડ થઇ ગઇ છે. જો કે એક દશકમાં ગ્રુપની કુલ માર્કેટ કેપ અંદાજે 5 ગણી વધી છે. પરંતુ 9 કંપનીઓ એવી છે જેની માર્કેટકેપમાં 10-10 ગણાથી વધુની વૃદ્ધિ થઇ છે.
જેમાં Automotive Stampings, Tata Elxsi, Tata Metaliks, Tata Teleservice, Indian Hotels, Tinplate, Titan, Trent, Voltas સામેલ છે. આ તેજીનો ફાયદો પબ્લિક શેરહોલ્ડર્સને પણ મળ્યો છે કારણ કે કુલ 28માંથી ફક્ત 9 કંપનીઓમાં પબ્લિકની 25 ટકાની આસપાસની હિસ્સેદારી છે. પરંતુ બાકી બધી કંપનીઓમાં 70 ટકા સુધી હિસ્સો પબ્લિકનો છે જેમાં વોલ્ટાસમાં તેમનું સૌથી વધુ હોલ્ડિંગ છે.
પરંતુ નવા રોકાણકારોએ શું કરવું જોઇએ..શું રિલાયન્સ ગ્રુપમાં પૈસા લગાવવા સારા કે ટાટા ગ્રુપમાં?
Market Expert, Ravi Singh કહે છે કે,” પોર્ટફોલિયો બનાવવાના હિસાબે રિલાયન્સ ગ્રુપની સરખામણીમાં વધુ ડાયવર્સિફાઇડ હોવાના કારણે ટાટા ગ્રુપ સારુ છે. પરંતુ 3 થી 5 વર્ષના દ્રષ્ટિકોણથી કુલ રકમના 60 ટકા ટાટા ગ્રુપમાં અને 40 ટકા રિલાયન્સ જૂથમાં લગાવો. ટાટા ગ્રુપમાં Tata Motors, Tata Power, Tata Steel, Tata Consumer અને Tata Chemમાં રોકાણ કરો. તો રિલાયન્સ ગ્રુપમાં ફક્ત RIL અને JFSLમાં જ પૈસા લગાવો. રિલાયન્સ ગ્રુપમાં લગાવવામાં આવતી કુલ 40 ટકા રકમમાંથી 60 થી 70 ટકા RILમાં અને 30થી 40 ટકા JFSLમાં લગાવો. રિલાયન્સ ગ્રુપમાં વાર્ષિક 23 થી 28 ટકા અને ટાટા ગ્રુપમાં 18 થી 26 ટકા રિટર્ન મળવાની સંભાવના છે.
તો ફાતિમા બેન અને સરલા બેન બન્ને પોત-પોતાની રીતે સાચા છે. બન્નેએ છેલ્લા એક દશકમાં પૈસા બનાવ્યા છે. પરંતુ રિલાયન્સ ગ્રુપની તુલનામાં ટાટા ગ્રુપ વધુ ડાયવર્સિફાઇડ છે. એટલે કુલ રકમને વહેંચીને 3 થી 5 વર્ષના દ્રષ્ટિકોણથી બન્ને ગ્રુપમાં પૈસા લગાવીને પોર્ટફોલિયો તૈયાર કરો.
Published September 14, 2023, 17:13 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો