આવું થાય તો ટ્રેડર્સને મોજ પડી જાય ! php // echo get_authors();
?>
અત્યારે એક કલાકમાં સેટલમેન્ટ પૂરું કરવાની ટેક્નોલોજી હાજર છે પરંતુ તાત્કાલિક સેટમેન્ટની ટેક્નોલોજી નથી. એવામાં ટેક્નોલોજી ક્ષેત્રે હજુ થોડું ડેવલપમેન્ટ કરવું પડશે. આમાં થોડો સમય લાગી શકે છે. પરંતુ તેમણે આશા વ્યક્ત કરી છે કે રિયલ ટાઇમ સેટલમેન્ટની વ્યવસ્થા આવતા વર્ષના ઓક્ટોબર મહિનાથી લાગુ થઇ શકે છે.
કલ્પના કરો કે, તમે તમારા ડિમેટ એકાઉન્ટમાં કોઇ શેર વેચવા માટે SALE આઇકન પર ક્લિક કરો અને આંખના પલકારામાં જ તમારા મોબાઇલમાં મેસેજ આવી જાય કે તમારા એકાઉન્ટમાં આટલા રૂપિયા જમા થઇ ગયા છે… જો આવું થાય તો તો મજા જ પડી જાય ને…
હા પણ આ કલ્પના હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી આવી વ્યવસ્થા ઉભી કરવા તરફ આગળ વધી રહી છે. સેબીએ ગયા વર્ષે સામાન્ય રોકાણકારો અને ટ્રેડર્સના હિત માટે ઘણા પગલા ભર્યા છે.
પહેલા ભારતમાં T+2 સેટલમેન્ટ વ્યવસ્થા હતી. જેનો અર્થ તે થયો કે તમે ટ્રેડિંગ કરો તેના 2 દિવસ પછી એટલે કે ત્રીજા દિવસે સેટલમેન્ટ થતું હતું. એટલે કે શેર વેચનારને પૈસા મેળવવામાં ત્રણ દિવસ લાગી જતા હતા. લોકોની અનુકૂળતા માટે સેબીએ ચાલુ વર્ષે જાન્યુઆરીથી T+1 વ્યવસ્થા અમલી બનાવી છે. તેનો અર્થ થયો કે ટ્રેડ થયાના બીજા દિવસે અથવા ટ્રેડના 24 કલાકની અંદર સેટલમેન્ટ પૂરું થાય છે.
સેબીના ચેરમેન માધવી પુરી બુચે આ વર્ષે જુલાઇમાં જ સંકેત આપી દીધો હતો કે શેર ટ્રેડિંગમાં રિટલ ટાઇમ સેટલમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. હવે માધવી પુરીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે વર્ષ 2024ના માર્ચ સુધીમાં એક કલાકમાં સેટલમેન્ટની વ્યવસ્થા અમલી બની શકે છે. એટલે કે સેબી આ દિશામાં આગળ વધી રહી છે.
આવો સમજીએ કે ટ્રેડ સેટલમેન્ટ હોય છે શું?
સેટલમેન્ટ અથવા પતાવટ એક દ્વિમાર્ગી પ્રક્રિયા છે જેમાં સેટલમેન્ટના દિવસે ફંડ અને સિક્યોરિટીઝ એટલે કે શેર વગેરે ટ્રાન્સફર થાય છે. તેનો અર્થ તે થયો કે જો કોઇ શેર વેચી રહ્યું છે તો તેના ખાતામાં પૈસા પહોંચી જાય છે જે અને જેણે શેર ખરીદ્યા છે તેના ડિમેટ એકાઉન્ટમાં શેર જમા થઇ જાય છે. એટલે કે જ્યારે લિસ્ટેડ કંપનીના શેર જ્યારે ખરીદદારના ખાતામાં પહોંચી જાય છે અને શેરવેચનારને તેના પૈસા મળી જાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે ટ્રેડ સેટલમેન્ટ પૂરું થઇ ગયું છે.
તો માર્ચ 2024થી નવી વ્યવસ્થા અમલી બન્યા બાદ એક કલાકની અંદર સોદાનું સેટલમેન્ટ પૂરું થઇ જશે. એટલું જ નહીં સેબી તાત્કાલિક સેટલમેન્ટ વ્યવસ્થા તરફ પણ આગળી વધી રહી છે. એટલે કે તમે જટ દઇને શેર વેચશો અને પટ દઇને તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે.
મંત્રી ફિનમાર્ટના ફાઉન્ડર અરુણ મંત્રીનું કહેવું છે કે તેનાથી ઇન્ટ્રાડે માર્કેટમાં લિક્વિડિટી એટલે કે ખરીદ-વેચાણ વધશે અને કારોબાનું વોલ્યૂમ પણ વધશે. રોકાણકારો અને ટ્રેડર્સને જ્યારે સરળતાથી પૈસા મળી જશે ત્યારે તેઓ તેનો વધુને વધુ ઉપયોગ શેરબજારમાં કરી શકશે. લેણદેણ ખુબ જ ઓછા સમયમાં થતી હોવાથી માર્જિનમાં પણ ઘટાડો થશે.
માધવી પુરીએ જણાવ્યું છે કે અત્યારે એક કલાકમાં સેટલમેન્ટ પૂરું કરવાની ટેક્નોલોજી હાજર છે પરંતુ તાત્કાલિક સેટમેન્ટની ટેક્નોલોજી નથી. એવામાં ટેક્નોલોજી ક્ષેત્રે હજુ થોડું ડેવલપમેન્ટ કરવું પડશે. આમાં થોડો સમય લાગી શકે છે. પરંતુ તેમણે આશા વ્યક્ત કરી છે કે રિયલ ટાઇમ સેટલમેન્ટની વ્યવસ્થા આવતા વર્ષના ઓક્ટોબર મહિનાથી લાગુ થઇ શકે છે.
Published September 14, 2023, 14:21 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો