હાઇ-ગ્રીન કાર્બન વેસ્ટ ટાયર રિસાઇકલિંગના બિઝનેસમાં કાર્યરત છે અને રાજસ્થાનમાં પ્લાન્ટ ધરાવે છે. કંપનીનો IPO 21-25 સપ્ટેમ્બરે ખુલશે. તેનો પ્રાઈસ બેન્ડ Rs 71-75 છે.
Hi-Green Carbon IPO: રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ ઓફ એનર્જીની ફ્લેગશીપ કંપની હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડે તેના આગામી IPO માટે પ્રતિ ઇક્વિટી શેર 71-75 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ જાહેર કર્યો છે. આ કંપનીના શેરનું લિસ્ટિંગ NSE Emerge ઉપર થશે. કંપનીનો SME IPO 21 સપ્ટેમ્બરે ખુલશે અને 25 સપ્ટેમ્બર, 2023એ બંધ થશે. હાઇ-ગ્રીન કાર્બન વેસ્ટ ટાયર રિસાઇકલિંગના બિઝનેસમાં કાર્યરત છે અને રાજસ્થાનમાં પ્લાન્ટ ધરાવે છે. હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડ રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ એનર્જીનો હિસ્સો છે તથા તેને વર્ષ 2011માં અમિતકુમાર હસમુખરાય ભાલોડી અને ડો. શૈલેષભાઇ માકડિયા પરિવાર દ્વારા પ્રમોટ કરાઇ હતી.
એન્કર ઈન્વેસ્ટર્સ માટે ઈશ્યૂ 20 સપ્ટેમ્બરે ખુલશે. કંપની બુક-બિલ્ડિંગ દ્વારા 70.40 લાખ ઇક્વિટી શેર્સ (એક શેરની ફેસ વેલ્યુ રૂ. 10) ઓફર કરશે, જેમાં 59.90 લાખ ફ્રેશ ઇક્વિટી શેર્સ હશે અને 10.50 લાખ OFS (ઓફર ફોર સેલ) હશે. એન્કર પોર્શનમાં 19.84 લાખ ઇક્વિટી શેર્સ સામેલ છે, જ્યારે માર્કેટ મેકર માટે 4.21 લાખ ઇક્વિટી શેર્સ છે. NII, QIB અને રિટેલ હિસ્સો અનુક્રમે 9.94 લાખ, 33.07 લાખ અને 23.17 લાખ છે. 1 લોટમાં 1,600 શેર છે. પ્રમોટર અને પ્રમોટર ગ્રૂપનું પ્રી-IPO શેરહોલ્ડિંગ 100 ટકા છે, જે ઇશ્યૂ બાદ ઘટીને 71.83 ટકા થઇ જશે.
હાઈ-ગ્રીન કાર્બનના SME IPOના બુક-રનિંગ લીડ મેનેજરની જવાબદારી બીલાઇન કેપિટલ એડવાઇઝર્સને સોંપવામાં આવી છે. તથા લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રા. લિ. આ ઓફરની રજીસ્ટ્રાર છે.
હાઇ-ગ્રીન કાર્બન કંપની વેસ્ટ ટાયર રિસાઇકલિંગના બિઝનેસમાં કાર્યરત છે. તે ઉર્જા ઘટકો અને કાચો માલ પેદા કરવા માટે એન્ડ-ઓફ-લાઇફ ટાયર્સ (ELT) ટુકડાઓ ઉપર પ્રક્રિયા માટે સતત પાયરોલિસિસને અનુસરે છે. તેની મુખ્ય પ્રોડક્ટ્સમાં રો મટિરિયલ કેટેગરી હેઠળ રિકવર્ડ કાર્બન બ્લેક (RCB) અને સ્ટીલ વાયર્સ, એનર્જી કોમ્પોનન્ટ્સ કેટેગરી હેઠળ ફ્યુઅલ ઓઇલ અને સિન્થેસિસ ગેસ સામેલ છે. ઉચ્ચ ઉર્જા કાર્યક્ષમ હોવા તરીકે કંપની સામાન્ય રીતે રો ગ્લાસ તરીકે ઓળખાતા સોડિયમ સિલિકેટના ઉત્પાદન માટે પાયરોલિસિસ પ્રક્રિયાની બાય-પ્રોડક્ટ તરીકે સિન્થેસિસ ગેસનો ઉપયોગ કરે છે. કંપની પાસે રાજસ્થાનના ભીલવાડામાં 56,500 ચોરસ મીટર વિસ્તારમાં 100 ટીપીડી મોર્ડન, એકીકૃત અને સંપૂર્ણ ઓટોમેટેડ ઉત્પાદન સુવિધા છે. કંપનીએ જુલાઇ 2023માં તેનું DRHP ફાઇલ કર્યું હતું.
31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલાં વર્ષ માટે હાઇ-ગ્રીન કાર્બને કુલ રૂ. 79.03 કરોડની આવક નોંધાવી છે, જે માર્ચ, 2022માં રૂ. 51.13 કરોડ હતી. 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થયેલાં વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 10.49 કરોડ નોંધાયો છે, જે 31 માર્ચ, 2022 દરમિયાન રૂ. 3.68 કરોડ હતો.
કંપની પ્રારંભિક જાહેર ભરણામાંથી એકત્રિત ભંડોળનો ઉપયોગ મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં નવી સુવિધા સ્થાપવા માટે કરશે, જેની દૈનિક રિસાઇકલિંગ ક્ષમતા 100 એમટી વેસ્ટ ટાયર્સ રહેશે. કંપનીએ પ્રોજેક્ટ માટે 21,500 ચોરસ મીટર જમીન પહેલેથી જ સંપાદિત કરી છે. નવો પ્રોજેક્ટ સ્થાપવા ઉપરાંત શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત રકમનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.
Published September 14, 2023, 17:06 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો