Advait Infratech Limited ગુજરાતમાં તેની કડી સ્થિત ફેસિલિટીમાંથી ફ્યુઅલ સેલ એસેમ્બલી અને ઇલેક્ટ્રોલાઇઝર્સનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. 250MWની ક્ષમતાવાળી આ ફેસિલિટીને ત્રણ તબક્કામાં ડેવલપ કરવામાં આવશે જેનાથી AITL ઇલેક્ટ્રોલાઇઝર પ્રોડક્શનમાં પણ અગ્રણી કંપની બની જશે. એટલું જ નહીં 50MWવાળી ફ્યુઅલ સેલ એસેમ્બલી પણ ત્રણ તબક્કામાં બનશે જેના કારણે ફ્યુઅલ સેલ ઇન્ડસ્ટ્રીમાં કંપનીની માર્કેટ લીડર પોઝિશન મજબૂત થશે.
MONEY9 GUJARATI: દેશમાં વિકાસ ઝડપથી વધી રહ્યો છે. હવે તો ગ્રામીણ વિસ્તારોમાં પણ વીજળી પહોંચી ગઇ છે. દેશમાં વીજળી ક્ષેત્રે ઘણું કામ થઇ રહ્યું છે ત્યારે વીજ ક્ષેત્રે કામ કરતી કંપની તમારા માટે ફાયદાકારક હોઇ શકે છે. પાવર સેક્ટરમાં સક્રિય એવી એક કંપની અદ્વૈત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની આજે આપણે વાત કરીશું. સૌથી પહેલા આપણે તેના કારોબારની વાત કરીશું.
વર્ષ 2010માં સ્થપાયેલી કંપની અદ્વૈત ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એટલે કે AITL પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. આ કંપનીના ઘણા વર્ટિકલ છે. આ વર્ટિકલમાં Turnkey Telecommunication Projects, power transmission installation, Power substation અને telecom productsનો સમાવેશ થાય છે. કંપની પોતાના ગ્રાહકોને end-to-end solutions પૂરા પાડે છે. એટલે કે વીજળીના ટ્રાન્સમિશન, સબસ્ટેશન અને ટેલિકમ્યુનિકેશનમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય છે તેના માટે કંપની ઘણી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પૂરા પાડે છે.
હવે આપણે વાત કરીશું કંપનીના ફ્યુચર પ્લાન્સ અંગે…
તાજેતરમાં જ કંપનીએ ગ્રીન એનર્જી કારોબારમાં એન્ટ્રી કરી છે. આ કંપનીએ Green Hydrogen production technologies અને end-to-end services આપવાનું શરૂ કર્યું છે જેના કારણે આ કંપની comprehensive solutions provider બની ગઇ છે. કંપનીને THDC, Uttarakhand, green hydrogen-based micro-grid ડેવલપ કરવા માટે 8 કરોડ રૂપિયાનો ઓર્ડર પણ મળ્યો છે જે 2023ના અંત સુધીમાં પૂરો થવાની ધારણા છે.
Advait Infratech Limited ગુજરાતમાં તેની કડી સ્થિત ફેસિલિટીમાંથી ફ્યુઅલ સેલ એસેમ્બલી અને ઇલેક્ટ્રોલાઇઝર્સનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. 250MWની ક્ષમતાવાળી આ ફેસિલિટીને ત્રણ તબક્કામાં ડેવલપ કરવામાં આવશે જેનાથી AITL ઇલેક્ટ્રોલાઇઝર પ્રોડક્શનમાં પણ અગ્રણી કંપની બની જશે. એટલું જ નહીં 50MWવાળી ફ્યુઅલ સેલ એસેમ્બલી પણ ત્રણ તબક્કામાં બનશે જેના કારણે ફ્યુઅલ સેલ ઇન્ડસ્ટ્રીમાં કંપનીની માર્કેટ લીડર પોઝિશન મજબૂત થશે.
આ ઉપરાંત કંપની કાર્બન ક્રેડિટ માર્કેટમાં પણ એન્ટ્રી કરવા જઇ રહી છે અને SOLAR PV કારોબારમાંથી વાર્ષિક રૂ. 10-12 કરોડની આવકનો લક્ષ્યાંક રાખી રહી છે. એટલું જ નહીં કંપનીએ અદ્વૈત ગ્રીનએનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામથી એક પેટાકંપની પણ રચી છે. કંપનીએ પોતાની ACS મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની ક્ષમતા વધારીને લગભગ 4,000 ટન પ્રતિ વર્ષ કરી છે જેને 2024માં વધુ વધારવાની યોજના છે.
હવે વાત કરીએ કંપનીના ગ્રોથ ડ્રાઇવર્સની…. AITLના કારોબાર માટે ચાર મુખ્ય ગ્રોથ ડ્રાઇવર્સ છે.
પહેલું ડ્રાઇવર છે, જોરદાર Execution skills
EPC Power infrastructure ક્ષેત્રની કોઇ પણ કંપની માટે એક્ઝિક્યુશન ખુબ મહત્વનું પરિબળ હોય છે અને અદ્વૈત ઇન્ફ્રાટેક માટે એક્ઝિક્યુશન સર્વોચ્ચ સ્તરનું રહ્યું છે.
બીજું ડ્રાઇવર છે, Power/Telecom ઇન્ડસ્ટ્રીમાં મજબૂત ગ્રોથ
સરકાર પવાર જનરેશન અને ટેલિકોમ કંપનીઓના વિસ્તરણ પર ભાર મૂકી રહી છે જેને કારણે આ ક્ષેત્રમાં ગ્રોથના સંકેત મળી રહ્યા છે.
ત્રીજું ડ્રાઇવર છે, મજબૂત ક્લાયન્ટ લિસ્ટ
કંપનીના ક્લાયન્ટ્સમાં Power Grid, Apar, JSPL, Siemens, UP Power Transmission જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. Power Grid સાથે તો આ કંપની એપ્રૂવ્ડ વેન્ડર તરીકે કામ કરી રહી છે.
ચોથું ગ્રોથ ડ્રાઇવર છે મજબૂત ઓર્ડર બુક
કંપની પાસે રૂ. 227 કરોડની મજબૂત ઓર્ડર બુક છે જે FY23ની રૂ. 102.6 કરોડની આવક કરતાં બમણાથી પણ વધુ છે.
ProfitMart Securitiesના મત મુજબ FY23થી શરૂ કરીને આગામી 3 વર્ષ સુધી કંપનીના નફામાં વાર્ષિક 25-26 ટકા વૃદ્ધિ રહેવાનું અનુમાન છે. કારણકે ક્ષમતા વિસ્તરણનું મોટાભાગનું ફંડિંગ કંપની ખુદના પૈસાથી કરશે. મહત્વની વાત તે છે કે 2022થી કંપનીના ઓપરેશન્સ, કેશફ્લો એટલે કે CFO પોઝિટિવ રહ્યા છે. FY22માં રૂ. 7 કરોડનો CFO, FY23 વધીને રૂ. 13 કરોડ થઇ ગયો છે જ્યારે આ સમયગાળા દરમિયાન ડેટ 14 કરોડથી વધીને માત્ર રૂ. 20 કરોડ જ થયું છે.
ProfitMart Securitiesના મત મુજબ FY24માં કંપનીનું વેચાણ રૂ. 138 કરોડ અને FY25માં રૂ. 179 કરોડ રહેવાનું અનુમાન છે. તેવી જ રીતે FY24માં નફો રૂ. 14.9 કરોડ રૂપિયા અને FY25માં 20 કરોડ રહેવાની સંભાવના છે. એટલે કે આ નાણાકીય વર્ષમાં EPS 14.6 અને FY25 में 19.6 રહેવાનું અનુમાન છે. નાણાકીય ટ્રેક રેકોર્ડમાં સ્થિરતા, જોરદાર ઓર્ડર બુક, મજબૂત પ્રોડક્શન ડોમેન અને ડોમિનન્ટ માર્કેટ શેરની સાથે સાથે મજબૂત પ્રમોટર્સને કારણે શેરનું રિ-રેટિંગ થવાની સંભાવના છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ શેર રૂ. 410ની આસપાસ હતો છેલ્લા એક વર્ષમાં આ શેરએ લગભગ 59 ટકાની શાનદાર આગેકૂચ દર્શાવી છે.
દેશમાં વીજળીની માગ સતત વધતી રહેશે અને આ કંપનીનો કારોબાર પણ વધતો રહેશે. તો નિષ્ણાતોના મત મુજબ આ કંપનીમાં કરેલું રોકાણ તમને ચોક્કસથી ફાયદો કરાવી શકે છે.
Published September 15, 2023, 19:45 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો