Money9 Gujarati:
RockingDeals IPO:
B2B સોર્સિંગ પ્લેટફોર્મ રોકિંગડીલ્સ સર્ક્યુલર ઈકૉનોમી લિ. (RDCEL)નો 21 કરોડ રૂપિયાનો SME IPO 22 નવેમ્બરે ખુલશે અને 24 નવેમ્બરે બંધ થશે. કંપની પ્રતિ શેર 136થી 140 રૂપિયાના પ્રાઈસ બેન્ડમાં શેર ઑફર કરી રહી છે. કંપની કન્ઝ્યુમર રિટેલ ક્ષેત્રે સક્રિય છે. તેની શરૂઆત 2005માં થઈ હતી. તે એક B2B રિકૉમર્સ કંપની છે.
NSE Emerge પર લિસ્ટિંગ
એન્કર ઈન્વેસ્ટર્સ માટે IPO 21 નવેમ્બરે ખુલશે જ્યારે રિટેલ રોકાણકાર 22થી 24 નવેમ્બરની વચ્ચે સબ્સક્રિપ્શન કરી શકશે. 140 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પ્રમાણે, કંપની 21 કરોડ એકત્ર કરવા માંગે છે. રોકિંગડીલ્સ સર્ક્યુલર ઈકોનોમીનાના શેરનું લિસ્ટિંગ NSE Emerge પર થશે. IPOના બુક રનિંગ લીડ મેનેજરની જવાબદારી કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સને સોંપવામાં આવી છે.
Rocking Deals IPO Dates | 22 – 24 November 2023 |
Rocking Deals Circular IPO Price | INR 136 – 140 per share |
Fresh issue | 15,00,000 shares (INR 20.4 – 21 crore) |
Offer For Sale | Nil |
Total IPO size | 15,00,000 shares (INR 20.4 – 21 crore) |
Minimum bid (lot size) | 1,000 shares (INR 140,000) |
Face Value | INR 10 per share |
Retail Allocation | 35% |
Listing On | NSE SME |
IPOનો હેતુ
IPOમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર 10 રૂપિયાની મૂળ કિંમત ધરાવતા 15 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. એન્કર અને ક્યુઆઇબી પોર્શન માટે 7 લાખ શેર્સ અનામત રખાયા છે, જ્યારે 2.15 લાખ ઇક્વિટી શેર્સ HNI પોર્શન અને રિટેઇલ પોર્શન માટે 5 લાખ શેર્સ છે. RDCEL ઇશ્યૂમાંથી પ્રાપ્ત થયેલા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા, બ્રાન્ડ પોઝિશનિંગ, માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
નાણાકીય સ્થિતિ
ફરિદાબાદમાં વડુંમથક ધરવાતી આ કંપનીએ નાણાકીય વર્ષ 2023માં 15.01 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી જ્યારે EBITDA અને PAT અનુક્રમે 2.73 કરોડ રૂપિયા અને 1.54 કરોડ રૂપિયા રહ્યાં હતા. નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ 9.58 કરોડ રૂપિયાની કુલ આવક સામે 1.87 કરોડ EBITDA અને 1.25 કરોડનો PAT (કર બાદનો નફો) નોંધાવ્યા હતા.
બિઝનેસ
RDCEL એ રોકિંગડીલ્સ ગ્રૂપનો હિસ્સો છે. RDCEL તેના B2B ગ્રાહકોને 18થી વધુ શ્રેણીમાં સર્ટિફાઇડ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. કંપની ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, એમેઝોન, વર્લ્પૂલ, પુમા, હિન્દવેર, ગોદરેજ વગેરે જેવી સહયોગી બ્રાન્ડ્સની વધારાની ઇન્વેન્ટરી અને અનબોક્સ્ડ પ્રોડક્ટ્સની પ્રાપ્તિ કરે છે. RDCELએ B2B ક્લાયન્ટ્સ દ્વારા 1 કરોડથી વધુ યુનિટ્સનું વેચાણ કર્યું છે, જેમાં ગ્રૂપ કંપની રોકિંગડીલ્સ, જિન્દાલ મેગા માર્ટ, શોપક્લુઝ, બ્રાન્ડ વાલા, VLE બાઝાર, HIC ઇન્ટરનેશનલ, PSUAVI, KRAT ઇન્ડિયા, ઝેઝ ટેક્નોલોજી વગેરે સામેલ છે. કંપની ફરિદાબાદમાં 30,000 ચોરસ ફૂટની વેરહાઉસિંગ સુવિધા ધરાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો