MONEY9 GUJARATI: રશ્મિએ ગયા વર્ષે એક નવું વિન્ડો એસી ખરીદ્યું હતં. 1 વર્ષમાં બે સર્વિસ ફ્રી હતી. એ વર્ષનો વોરન્ટી પિરિયડ પૂરો થયા બાદ કંપનીએ રશ્મિને ANNUAL MAINTENANCE CONTRACT એટલે કે AMCની ઓફર કરી. રશ્મિએ 1500 રૂપિયા આપીને AMC કરી લીધો. ઉનાળાની ગરમી શરૂ થતો તો રશ્મિએ સર્વિસ માટે કોલ કર્યો. સર્વિસ માટે જ્યારે મિકેનિક આવ્યા તો ખબર પડી કે આ AMC તો રશ્મિના કોઇ કામનો જ નથી. કેમ? કારણકે રશ્મિએ AMC એસી કંપની સાથે નહીં પરંતુ એક થર્ડ પાર્ટી સાથે કર્યો હતો. એટલું જ નહીં AMC સ્ટાફે કહ્યું કે માત્ર મેન્યુઅલ સર્વિસ ફ્રી છે, મશીનથી સર્વિસ કરાવશે તો રશ્મિએ 700 રૂપિયા આપવા પડશે. રશ્મિ મુંઝવણમાં હતી અને ગુસ્સે પણ. આવો AMC કરાવવાનો ફાયદો શું?
આ માત્ર રશ્મિની વાત નથી લગભગ દરેકને આ પ્રકારનો અનુભવ થયો છે. વોરન્ટી-ગેરન્ટીની કહાણી એટલી મુંઝવણભરી છે કે સમજમાં જ નથી આવતું કે શું કવર થાય છે અને શું નથી થતું? સૌથી મોટી વાત, રશ્મિનો તે ખબર જ ન હતી કે તેણે જે AMC કર્યો છે તે કંપની સાથે નહીં પરંતુ કોઇ થર્ડ પાર્ટી સાથે જ કર્યો છે.
માટે પ્રોડક્ટ ખરીદ્યા પછી કંપની તમને કેટલી સર્વિસ ફ્રી આપે છે? કંપની શું વસ્તુઓ આપે છે અને શું નથી આપતી? આ માટે તમારા અધિકારો ક્યા છે? કઇ વસ્તુઓ ફ્રી મળે છે અને કઇ વસ્તુ મળતી નથી?…… આ બધા સવાલોનો જવાબ શોધવો ક્યાંથી? આ બધુ સમજવું રશ્મિની સાથે સાથે તમારે પણ જરૂરી છે. રશ્મિએ એસી લીધું હતું તો ચાલો આપણે એસી ને જ સ્ટાન્ડર્ડ માનીને વોરંટીની કહાણી સમજીએ.
કંપની પોતાની ફ્રી સર્વિસ માત્ર વોરન્ટી પિરિયડમાં જ આપે છે. વોરન્ટી પિરિયડ પૂરો થયા બાદ તમારે AMC કરાવવો પડે છે. જો તમે કોઇ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ સ્ટોર અથવા કોઇ ઇ-કોમર્સ સાઇટ પરથી AC ખરીદ્યું છે તો તે સ્ટોર અથવા સાઇટ તેની કોઇ જવાબદારી નહીં લે. તે જવાબદારી AC કંપની પર નાંખવામાં આવશે. ધારો કે ACમાં કોઇ તકલીફ થાય છે તો તેના માટે તમારે સીધો કંપનીનો સંપર્ક કરવો પડશે.
મોટાભાગે ACની સાથે એક વર્ષની પ્રોડક્ટ વોરન્ટી અને કમ્પ્રેસર પર 5 વર્ષની વોરન્ટી મળે છે. પ્રોડક્ટ એટલે કે આખા એસી પર જે એક વર્ષની વોરન્ટી મળે છે તેમાં શું શું કવર થાય છે ચાલો તે સમજીએ.
પ્રોડક્ટ વોરન્ટીમાં માત્ર મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ્સ જ કવર થાય છે, એટલે કે જો કોઇ પાર્ટ અચાનક કામ કરતો બંધ થઇ જાય તો તેને રિપ્લેસ કરવામાં આવશે. હવે શું કવર નહીં થાય? આ એક મોટો સવાલ છે. તો આમાં, AIR FILTER અથવા FRONT GRILL જેવા પાર્ટ્સ કવર નથી થતા. external accessories, damaged parts વગેરે કવર નથી થતા. આ ઉપરાંત lightning, abnormal voltage કુદરતી આફત વગેરેમાં થતું નુકસાન કવર નહીં થાય.
હવે AMCની વાત કરીએ, તો આ તમે પ્રોડક્ટ વોરન્ટી પૂરી થયા બાદ લઇ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે AMC પ્રોડક્ટ બનાવનાર કંપનીનો જ લો કારણકે થર્ડ પાર્ટી AMCમાં તમારી સાથે રશ્મિ જેવો અનુભવ થઇ શકે છે. મેન્યુફેક્ચરિંગ કંપની સાથે AMC કરાવવાથી પાર્ટ્સની સેફ્ટીનો કોઇ ઇશ્યુ નહીં રહે. તમારા ACમાં પણ ખરાબી થશે, જે પણ સામાન બદલવામાં આવશે તેની ક્વોલિટીની તમને ચિંતા નહીં રહે, તમારી એસીના પાર્ટ્સ સાથે કોઇ ચેડાં નહીં થાય. પ્રોફેશનલ સર્વિસ પણ મળશે. એક વર્ષનો AMC રૂ. 600-700થી શરૂ થાય છે.
અંતમાં સૌથી મહત્વના સવાલ પર ચર્ચા કરીએ. કન્ઝ્યુમર સપોર્ટ પોર્ટલ INGRAM મુજબ જો કોઇ પ્રોડક્ટ વોરન્ટીમાં છે અને તે બગડે છે તો કંપનીએ વોરન્ટીની શરતોને પૂરી કરવી પડશે. જો ગ્રાહક કંપનીની સર્વિસથી સંતુષ્ટ નથી તો તે કન્ઝ્યુમર કમિશનમાં ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત કન્ઝ્યુમર કોર્ટમાં પણ ફરિયાદ કરી શકાય છે. તેમજ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1800114000 અથવા 1915 પર પણ ફોન પર ફરિયાદ દાખલ કરાવી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો