Money9: ઓટીટી સાઇટ્સ સાથે જોડાયેલી તમારી ભાઇબંધી હવે સમાપ્ત થઇ શકે છે. આની શરુઆત Netflix કરી રહ્યું છે. હકીકતમાં આ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તેના યૂઝર્સ માટે પાસવર્ડ શેરિંગની સુવિધા બંધ રહ્યું છે. ઘણાંબધા લોકો જેમાં કદાચ તમારો અને મારો પણ સમાવેશ થઇ જાય છે, પોતાની યારી-દોસ્તીમાં ફ્રીમાં નેટફ્લિક્સ અને અન્ય ઓટીટી એપ્સ જોઇ રહ્યાં છીએ. પરંતુ મફતનું આ મનોરંજન હવે બંધ થઇ શકે છે. જેમ કે અમે પહેલા પણ જણાવ્યું, નેટફ્લિક્સ આની શરુઆત કરી રહી છે..પરંતુ નેટફ્લિક્સ આને કેવી રીતે સમાપ્ત કરશે અને તેની તમારા પર શું અસર થશે, તેને સમજવા માટે તમારે અમારો આ આખો વીડિયો જોવો પડશે.
પાસવર્ડ શેરિંગને લઇને નેટફ્લિક્સે કહ્યું હતું કે માર્ચ 2023ના અંત સુધી તે સમાપ્ત થઇ જશે. પરંતુ હજુ સ્થિતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી થઇ..અને માર્ચ પણ પૂરો થવાની નજીક છે. સ્થિતિ સ્પષ્ટ નથી થઇ કારણ કે નેટફ્લિક્સના જે હેલ્પ પેજ પર અગાઉ પાસવર્ડ શેરિંગ સાથે જોડાયેલા પ્રતિબંધ અંગે જાણકારી આપવામાં આવી હતી, તે પેજ અત્યારે હટાવી દેવામાં આવ્યું છે. જેનો અર્થ એ છે કે પાસવર્ડ શેરિંગનો ખેલ સમાપ્ત તો થશે પરંતુ હાલ તેમાં વિલંબ થઇ શકે છે. બની શકે કે એપ્રિલ 2023ના અંત સુધી તે બંધ થઇ જાય..આ સેવા બંધ થશે તો એક ઘરમાં ન રહેનારા લોકો એક સિંગલ એકાઉન્ટ બીજા સાથે શેર નહીં કરી શકે. પછી ભલે તે એકાઉન્ટ પ્રીમિયમ એકાઉન્ટ જ કેમ ન હોય..નેટફ્લિક્સના પ્રીમિયમ એકાઉન્ટ માટે મહિનાના 649 રૂપિયા આપવાના હોય છે અને તેને ચાર અલગ-અલગ ડિવાઇસમાં એક્સેસ કરી શકાય છે. બીજીતરફ તેનો સસ્તો પ્લાન 149 રૂપિયાનો છે જેને મોબાઇલ ફોન અને ટેબલેટ પર જ એક્સેસ કરી શકાય છે.
હવે સમજીએ કે કંપની કેવી રીતે ફ્રી પાસવર્ડ શેરિંગને રોકશે અને કેવી રીતે ખબર પડશે કે એકાઉન્ટનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ રહેનારા યૂઝર્સ બીજા ડિવાઇસ પર કરી રહ્યાં છે? આનો જવાબ છે IP mapping ..તેના દ્વારા કંપની IP એડ્રેસ, ડિવાઇસ આઇડી વગેરેનો ઉપયોગ કરી લોકોને ટ્રેક કરશે…
આ સાથે Netflix નવા પ્લાન્સ પર પણ કામ કરી રહી છે. તેમાં પેઇડ શેરિંગ ફીચરવાળો પ્લાન સામેલ છે..
કંપનીએ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિકની શરુઆતથી એટલે એપ્રિલ 2023થી Netflix પેઇડ શેરિંગ ફિચર શરુ કરી દેશે. જેનો અર્થ છે કે ફ્રી પાસવર્ડ શેરિંગ સમાપ્ત થયા બાદ જે પણ યૂઝર્સ પોતાના દોસ્તો કે પરિવારજનો સાથે પોતાના એકાઉન્ટ પાસવર્ડ શેર કરવા માંગે છે તેમને તેના માટે ફી ચૂકવવી પડશે.
Netflixના પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ લગાવવા અને પેઇડ પાસવર્ડ શેરિંગ શરુ કરવાથી ભવિષ્યમાં એમેઝોન પ્રાઇમ, ડિઝની પ્લસ હોટસ્ટાર, સોની લિવ જેવા બીજી ઓટીટી સાઇટ્સ પણ કદાચ આવુ કરી શકે છે. આવા સંજોગોમાં ઓટીટીની મોંઘવારી પણ તમને ચિંતિત કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો