મોહિતની ઉંમર હજુ તો 23 વર્ષની છે.. એક વર્ષ પહેલાં જ તેને IT કંપનીમાં નોકરી મળી છે. એટલે કે તેના કરિયરની હજુ શરૂઆત જ છે. મોહિત વિચારે છે કે સેલેરી ઓછી છે અને કોઇ જવાબદારી નથી તો શું અત્યારથી જ પૈસા બચાવવા (SAVINGS)નું અને રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઇએ કે પછી જ્યારે પગાર વધે ત્યાર પછી રોકાણ વિશે વિચારવું જોઇએ? જો તમે પણ મોહિતની જેમ મુંઝવણમાં છો અને વિચારી રહ્યા છો કે રોકાણ (INVESTMENT)ની શરૂઆત કેવી રીતે કરવી અને શું આટલી ઓછી આવકમાં રોકાણ કરી શકાય છે?
મોહિતની જેમ ઘણા લોકો એવા હોય છે જેમને નવું કામ કરાવવા માટે ટોકવા પડે છે. યાદ કરાવવું પડે છે… નવા જમાનાની ઘણી ફિનટેક કંપનીઓ તમારા માટે આ કામ કરે છે. તમને યાદ અપાવે છે કે ભાઇ, રોકાણ કરવાનો સમય થઇ ગયો છે. Appreciate, Jar અને Niyo આવી કેટલીક ફિનટેક કંપનીઓ છે. આ ફિનટેક કંપનીઓ સાથે જોડાયું છે ચેન્જ ઇન્વેસ્ટિંગ, જે હાલનું નવું ચલણ છે.
હકીકતમાં ચેન્જ ઇન્વેસ્ટિંગ એ માઇક્રો ઇન્વેસ્ટિંગ પર આધારીત છે. તમે નાની નાની રકમ ભેગી કરીને રોકાણ કરી શકો છો. આવી નાની નાની રકમને સામાન્ય રીતે ચેન્જ મની કહેવાય છે. તો ચેન્જ મની મારફતે કરવામાં આવતા રોકાણને ચેન્જ ઇન્વેસ્ટિંગ કહેવામાં આવે છે.
હવે તમને જણાવીએ કે આ ફિનટેક કંપનીઓ ચેન્જ ઇન્વેસ્ટિંગમાં કેવી રીતે મદદ કરે છે. ચેન્જ ઇન્વેસ્ટિંગ માટે તમારે એપ પર સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવું પડશે અથવા તો તમારા બેન્ક એકાઉન્ટને એપ સાથે લિન્ક કરવું પડશે. આ એપ એક એમાઉન્ટ ફિક્સ કરી દે છે. જેને આપણે રાઉન્ડ ઓફ એમાઉન્ટ કહી શકીએ છીએ.
દાખલા તરીકે, રૂ. 499ની ખરીદી પર રૂ. 500 રાઉન્ડ ઓફ એમાઉન્ટ થઇ. તેવી જ રીતે રૂ. 680ની ખરીદી પર રાઉન્ડ ઓફ એમાઉન્ટ બનશે રૂ. 700. આ રાઉન્ડ ઓફ એમાઉન્ટ માટે જે ચેન્જ મની એટલે કે 1, 10, 20 કે 30 રૂપિયાનો ઉપયોગ થાય છે તેમને ભેગા કરીને ચેન્જ ઇન્વેસ્ટિંગ કરવામાં આવે છે.
હવે તમે જ્યારે પણ તમારા ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ એકાઉન્ટનો ઉપયોગ કરીને કોઇ ખરીદી પર પૈસા ખર્ચ કરો છો તો ચેન્જ મની તમારા સેવિંગ્સ એકાઉન્ટમાંથી ડેબિટ થઇ જશે એટલે કે કપાઇ જશે. જ્યારે ચેન્જ મની ભેગા થઇને 100, કે 500 કે 1,000 રૂપિયા થઇ જશે ત્યારે એપ તમને તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કોઇ ફાઇનાન્સિયલ એસેટમાં તેને રોકવા માટે કહેશે.
આવી રીતે તમે દર મહિને થોડા પૈસા બચાવીને રોકાણ કરી શકો છો. જોકે ચેન્જ ઇન્વેસ્ટિંગ પસંદ કરતા પહેલાં કેટલી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણકે તેની કેટલીક મર્યાદાઓ છે.. જેમકે તમે આ રીતે રોકાણ કરીને મોટી મૂડી ઉભી કરી શકતા નથી અને બીજું કે ચેન્જ ઇન્વેસ્ટિંગની સુવિધા માત્ર ગણી ગાંઠી કંપનીઓ જ ઓફર કરે છે. આના કારણે ગ્રાહકોને મળનારી સેવાઓ પણ મર્યાદીત છે. એસેટ્સ પણ સીમિત છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો