Money9: ભાડેથી મકાન લેતી વખતે, તમે ઘણી વાર રેન્ટ એગ્રીમેન્ટ અથવા લીઝ એગ્રીમેન્ટનું નામ સાંભળ્યું જ હશે… ઘણી વખત તમે તેને બનાવ્યું પણ હશે… મોટાભાગના લોકો આ બાબતોને બહુ મહત્વ નથી આપતા…એટલે કે એગ્રીમેન્ટ બનાવ્યું.. સાક્ષીઓની સહી કરાવી…ચાવી આપી અને ભાડું આવવાનું શરૂ..પણ કહાની આટલી સરળ નથી… કારણ કે ઘણીવાર વિવાદો પણ ઉભા થાય છે… આવી સ્થિતિમાં, લીવ એન્ડ લાઇસન્સ એગ્રીમેન્ટ તમારી મદદ કરી શકે છે. લીવ એન્ડ લાઇસન્સ એગ્રીમેન્ટ શું છે અને રેન્ટ એગ્રીમેન્ટના બદલે લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ શા માટે બનાવવો જોઈએ? આવો આને સમજીએ..
જ્યારે મકાનમાલિક રેન્ટ એગ્રીમેન્ટ દ્વારા મકાન આપે ત્યારે તે ઘરની ચાવીની સાથે ચોક્કસ સમયગાળા માટે ઘરનો કબજો પણ કાયદેસર રીતે ભાડુઆતને સોંપી દે છે. એટલે કે ચોક્કસ સમયગાળા માટે ભાડુઆતને પ્રોપર્ટીના પઝેશન સાથે જોડાયેલા અધિકાર કાયદેસર રીતે મળી જાય છે.
લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટમાં આવું નથી… લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ ઈન્ડિયન ઈઝમેન્ટ્સ એક્ટ, 1882 હેઠળ આવે છે… આમાં મકાનમાલિક ભાડુઆતને માત્ર ઉપયોગનો અધિકાર આપે છે… લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટમાં એવું લખેલું હોય છે કે ભાડૂઆતને કોઈ કબજો આપવામાં નથી આવી રહ્યો. તે ફક્ત જગ્યાનો ઉપયોગ જ કરી શકે છે. એટલે કે પઝેશન મકાન માલિકની પાસે જ રહેશે.
લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ અને રેન્ટ કે લીઝ એગ્રીમેન્ટ બનાવવાની પ્રક્રિયા એકસરખી છે… માત્ર અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે…જેમ કે એગ્રીમેન્ટના ટાઇટલમાં રેન્ટ કે લીઝ એગ્રીમેન્ટને બદલે ‘લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ’ નો ઉપયોગ કરવો પડશે. લેન્ડ લોર્ડ કે લેસરના બદલે ‘લાઈસન્સર’ અને ટેનેન્ટ કે લેસીના બદલે લાયસન્સી શબ્દનો જ પ્રયોગ કરવો પડશે. એટલું જ નહીં, એગ્રીમેન્ટમાં રેન્ટ શબ્દને બદલે લાઈસન્સ ફી લખવી પડશે.
ઇંટીગ્રેટ લોના ફાઉન્ડર વેન્કેટ રાવ જણાવે છે કે ઘણાં રાજ્યોમાં રેન્ટ કન્ટ્રોલ એક્ટ લાગુ છે…રેન્ટ કે લીઝ એગ્રીમેન્ટ એ રેન્ટ કંટ્રોલ એક્ટના કાર્યક્ષેત્ર હેઠળ આવી શકે છે, જેમાં ભાડૂઆતોની તરફેણમાં ઘણા અધિકારો છે… આવી પરિસ્થિતિમાં , જો તમે લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ કરો છો, તો તમે રેન્ટ કંટ્રોલ એક્ટના કાર્યક્ષેત્રની બહાર રહેશો. આ રીતે, મકાનમાલિક હોવાને કારણે, તમે ઘણી જટિલતાઓમાંથી બચી જશો.
લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટમાં લાઇસેન્સર કે લાઇસેન્સીનું મૃત્યુ થઇ જાય તો એગ્રીમેન્ટ આપમેળે સમાપ્ત થઈ જાય છે…રેન્ટ એગ્રીમેન્ટ કે લીઝ એગ્રીમેન્ટમાં આવું નથી. તેમાં જે વ્યક્તિને ઘર ભાડેથી આપ્યું છે તેના મૃત્યુ બાદ તેના કાયદેસરના વારસદારો લીઝને ચાલુ રાખી શકે છે. તેને એમ કહીને કાઢી ન શકાય કે જેના નામે લીઝ હતી તે વ્યક્તિ તો મૃત્યુ પામી છે.
જો તમે કોઇ પ્રોપર્ટી લાયસન્સ એગ્રીમેન્ટ દ્વારા ભાડે આપી હોય… અને તમે પ્રોપર્ટીને વેચી નાંખો છો, તો લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ સમાપ્ત થઈ જશે… જ્યારે, રેન્ટ એગ્રીમેન્ટ દ્વારા લેવામાં આવેલી પ્રોપર્ટીને વેચવા પર, પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિ રેન્ટ એગ્રીમેન્ટને માનવા માટે જવાબદાર હશે. પ્રોપર્ટી વેચવાથી રેન્ટ એગ્રીમેન્ટ સમાપ્ત નથી થઇ જતું.
આ જ રીતે, લાયસન્સ એગ્રીમેન્ટમાં લાયસન્સર એટલે કે મકાન માલિક જે વ્યક્તિને લાયસન્સ એટલે કે પ્રોપર્ટીના ઉપયોગને અધિકાર આપે છે તે કોઇ ત્રીજી વ્યક્તિને લાયસન્સ નથી આપી શકતો. જ્યારે, ભાડા કરારમાં, ભાડૂઆત ત્યારે કોઇ ત્રીજી વ્યક્તિને પ્રોપર્ટી ભાડે નહીં આપી શકે જ્યારે એગ્રીમેન્ટમાં લખેલું હોય કે તે કોઈ ત્રીજી વ્યક્તિને સબ-લીઝ નહીં આપી શકે.
લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ શા માટે જરૂરી છે તે તમે સમજી જ ગયા હશો… જ્યાં સુધી ભાડૂઆત પ્રમાણિકતાથી રહેતો હોય ત્યાં સુધી કોઈ સમસ્યા નથી…પરંતુ જો તેના મનમાં કોઇ ખોટ આવી ગઇ અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો તો લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ હશે તો લાયસન્સર માટે પોતાની પ્રોપર્ટીનો કબજો લેવો સરળ રહેશે. આ એગ્રીમેન્ટ ભાડૂઆત દ્વારા મકાનને પચાવી પાડવાના સંજોગોમાં કામ આવી શકે છે. તેથી જો તમે ઘર ભાડે આપવા જઈ રહ્યા છો, તો ટાઇટલમાં રેન્ટ એગ્રીમેન્ટના બદલે લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટનો ઉપયોગ કરો.
Published September 18, 2023, 16:14 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો