બ્રિટિશ સરકારે ભારત સહિતનાં દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની વિઝા ફીમાં વધારો કર્યો છે. અગાઉ અમેરિકાએ પણ વિઝા ફી વધારી હતી.
સ્થાનિક ઉપરાંત વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. જે રીતે સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ દર વધાર્યા છે અને એજન્સીઓ એક્ટિવ થઇ છે તે જોતા ધારણા કરી શકાય કે આગળ જતા બેન્કોના પ્રોફિટ પર દબાણ આવશે. જેને કારણે શેરોમાં ઉપરના સ્તરેથી કરેક્શન જોવા મળ્યું છે. જોકે હજુ પણ ઘણી બેન્કોનું વેલ્યૂએશન મોંઘું છે અને બેન્કિંગ શેરોમાં રોકાણ કરતા પહેલાં ઘટાડાની રાહ જોઇ શકાય છે.
હવે જ્યારે બાળકોના અભ્યાસની વાત આવે છે ત્યારે લોકો સામાન્ય રીતે કેપિટલ ગ્રોથ માટે ચિલ્ડ્રન્સ ફંડમાં રોકાણ કરતા હોય છે. આ સ્કીમના રિટર્નનો બાળકોના હાયર એજ્યુકેશન અને લગ્ન ખર્ચ જેવા ખર્ચાની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગ કરી શકાય છે. ભારતમાં જો તમે ચિલ્ડ્રન્સ ફંડમાં લોક-ઇન પિરિયડ પહેલાં પૈસા ઉપાડો છો તો તમારા પર ભારે એગ્ઝિટ પેનલ્ટિ લાગે છે. નિષ્ણાતો હંમેશા સમય પહેલાં પૈસા ન ઉપાડવાની સલાહ આપતા આવ્યા છે. જો તમે ચિલ્ડ્રન્સ ફંડમાંથી 5 વર્ષના લોક-ઇન પિરિયડ પહેલાં પૈસા ઉપાડો છો તો તમારા પર 4 ટકાની પેનલ્ટી ચુકવવી પડશે.
STP સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP જેવા હોય છે. STPમાં ફરક માત્ર એટલો છે કે પૈસા એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર થાય છે જ્યારે SIPમાં પૈસા રોકાણકારના બેન્ક ખાતામાંથી ફંડ હાઉસમાં જમા થાય છે.
ગરીબ અને મધ્યમવર્ગના હોશિયાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય આગળ પૈસાની તંગી અવરોધ ના બને તે માટે hdfc બેંક દ્વારા એક સ્કૉલરશીપ યોજના ચલાવાઇ રહી છે. જેનું નામ છે HDFC બેંક પરિવર્તન ECSS પ્રોગ્રામ 2023-24. જે અંતર્ગત ત્રણ કેટેગરીમાં આર્થિક સહાય કરવામાં આવે છે.
કોરોના બાદ ઘણી જગ્યાએ વર્ક ફ્રૉમ હોમનું ચલણ વધ્યું છે. અને આ જ તકનો લાભ ઉઠાવી કેટલાક લોકો વર્ક ફ્રૉમ હોમની જાળ પાથરી લોકોની મહેનતની કમાણી ચાઉં કરી જાય છે. લોભામણી લાલચો સાથે વર્ક ફ્રૉમ હોમની ઑફર કરે છે અને પછી અલગ અલગ બહાના હેઠળ રુપિયા પડાવે છે. આવા જ ફ્રૉડથી જો તમે બચવા માંગો છો તો જુઓ મની9નો આ રિપોર્ટ….
ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 203 અંતર્ગત કંપની તરફથી કર્મચારીને ફોર્મ-16 આપવું ફરજિયાત છે. ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવામાં આવે ત્યારે ફોર્મ-16માં આપેલી વિગતોને ITR ફોર્મના પ્રી-ફિલ્ડ ડેટા સાથે મેચ કરવી પડે છે. તે પછી, ઑફલાઈન મોડમાં ફોર્મ-16માંથી વિગતો લઈ ITR ફોર્મ ભરવામાં આવે છે.
સરકાર LICમાં વધુ 2 ટકા હિસ્સો વેચે તેવી શક્યતા છે. ગયા વર્ષે સરકારે LICના મેગા-IPOમાં 3.5 ટકા હિસ્સો વેચીને રૂ.20,000 કરોડ જેટલું ફંડ એકત્ર કર્યું હતું. અત્યારે LICમાં સરકારનો હિસ્સો 96.5% છે.
નોકરીઓ પર લટકી છટણીની તલવાર..હવે બેકાર નહીં જાય ગેઝેટની વોરંટી..ક્યાં સુધી ઉડી શકશે ગો-ફર્સ્ટ
છૂટક મોંઘવારીનો દર એપ્રિલમાં 4.7 ટકા થયો છે. ગ્રાહક-આધારિત ફુગાવાનો દર 18 મહિનાના તળિયે પહોંચી ગયો છે.