SEBIએ ડિમેટ ખાતાધારકોને પાન કાર્ડ અને બેન્ક માહિતી આપવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે નોમિનેશન ઉમેરવાના નિયમમાં પણ રાહત આપી છે અને તેને સ્વૈચ્છિક જરૂરિયાત બનાવી છે.
SME stocksમાં સટ્ટાખોરો સક્રિય હોવાની શંકાના આધારે સેબીએ આ સેગમેન્ટને પણ ASM અને TFT માળખ હેઠળ આવરી લેવાની સૂચના આપી છે. એટલે કે, SME સ્ટોક્સ પર હવે ચાંપતી નજર રાખવામાં આવશે.
ટ્રેડર્સને 'ફ્રીક ટ્રેડ'થી બચાવવા માટે BSEએ સ્ટૉપ-લૉસ માર્કેટ (SL-M) ઑર્ડર બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી નાના ટ્રેડર્સને ફાયદો થશે.
એસેટ એલોકેશન એટલે કે એસેટ ફાળવણીનો અર્થ એ છે કે તમે તમારી risk profile અને goal અનુસાર એસેટ પસંદ કરો અને તેમાં રોકાણ કરો. એસેટ ફાળવણીનો અર્થ છે કોઇ પોર્ટફોલિયોને અલગ અલગ એસેટમાં વહેંચવો.
IDBI Bank, યસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને એક્સિસ બેન્કે સપ્ટેમ્બર મહિનાથી FDના નવા ઈન્ટરેસ્ટ રેટ લાગુ કર્યાં છે.
બ્રોકરેજ ફર્મ કોટક ઇક્વિટીઝે જણાવ્યું હતું કે તે હવે મિડકેપ-સ્મોલકેપ શેર્સ વિશે સલાહ નહીં આપે અને મંગળવારે જ્યારે બજારો નવી ઊંચી સપાટી બનાવી રહ્યા હતા, ત્યારે મિડકેપ-સ્મોલકેપ સેક્ટર્સને ભારે નુકસાન થયું હતું. હવે સવાલ એ થાય છે કે મિડકેપ-સ્મોલકેપ સેક્ટરમાં જે પરપોટો રચાયો છે તે ફૂટી જશે? શું કરવું જોઈએ રોકાણકારોએ? આવો જાણીએ આ રિપોર્ટમાં….