ટાટા મોટર્સે આજે સત્તાવાર રીતે તેની પોપ્યુલર SUV Tata Nexonનું નવું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યું છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ આ SUVની પ્રારંભિક કિંમત 8.10 લાખ રૂપિયા છે. કંપનીએ આ SUVને કુલ 11 વેરિએન્ટમાં રજૂ કરી છે.
મારુતિ સુઝુકી એરેના ડીલરો બ્રેઝા અને અર્ટિગા સિવાય સમગ્ર રેન્જ પર વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. આ ડિસ્કાઉન્ટ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટમાં વિવિધ વિકલ્પોનો સમાવેશ થાય છે, જેમ કે એક્સચેન્જ ઑફર્સ, કોર્પોરેટ અને રોકડ લાભો. આ ડિસ્કાઉન્ટ પેટ્રોલ અને CNG બંને વેરિએન્ટ પર ઉપલબ્ધ છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં નવા ક્રેશ ટેસ્ટ નિયમો અમલમાં આવ્યા બાદ સરકાર ભારતમાં પેસેન્જર કાર માટે છ-એરબેગ સલામતી નિયમને ફરજિયાત બનાવશે નહીં.
મોંઘાદાટ પેટ્રોલિયમની આયાત ઓછી કરીને પરંપરાગત ઈંધણનો વપરાશ ઘટાડવાની સરકારની યોજનાના ભાગરૂપે ઈથેનોલ-પર દોડતી કાર લૉન્ચ કરવામાં આવી છે.
ઓગસ્ટથી નવેમ્બર 2023 દરમિયાન તહેવારોની સીઝનમાં દેશમાં 10 લાખ જેટલાં પેસેન્જર વ્હિકલનું વેચાણ થવાનો અંદાજ છે. કંપનીઓને ઓગસ્ટ સુધીમાં મળેલાં બૂકિંગના આંકડા પરથી કાર માર્કેટમાં તેજીના એંધાણ મળ્યાં છે.
જૂની કાર ખરીદતી વખતે લોન લેવામાં અમુક બાબતોની કાળજી નહીં રાખો તો હેરાન થવાનો વારો આવશે. બેન્કો નવી કારની સરખામણીએ જૂની કાર માટે ઊંચા વ્યાજ દરે લોન આપે છે.
Arena શોરૂમ પર વેચાતા મારુતિના વાહનો પર આ મહિને 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Alto (Alto K10), S-Presso (S-Presso), સ્વિફ્ટ (Swift), WagonR જેવી મારુતિ સુઝુકીની ગાડીઓ એરેના શોરૂમમાં વેચાય છે.
ટાટા મોટર્સ તેની સૌથી વધુ વેચાતી એસયુવી નેક્સોનને અપડેટ કરવાની તૈયારી કરી રહી છે અને એક એક કરીને તેની વિગતો બહાર આવી રહી છે.
Hyundai એ 10 જુલાઇએ તેની સૌથી સસ્તી એસયૂવી Hyundai Exterને ભારતમાં લોન્ચ કરી દીધી છે. એક્સટરને કુલ 5 વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે.
મારુતિ સુઝુકીએ આજે તેની મોસ્ટ અવેઈટેડ પ્રીમિયમ ઈન્વિક્ટો લોન્ચ કરી છે. ગયા મહિને Invictoનું બુકિંગ શરૂ કર્યા બાદ આજે તેને લોન્ચ કરવામાં આવી છે.