Money9: મેરઠનો જતીન તેના નાણાકીય લક્ષ્યોને હાંસલ કરવા માટે વધુ જોખમ લેવા નથી માંગતો અને તેના રોકાણ પોર્ટફોલિયોમાં સંતુલન પણ ઇચ્છે છે. જતિન જેવા રોકાણકારો માટે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ બની શકે છે. જો તમે ડેટ ફંડમાંથી સારું રિટર્ન મેળવવા માંગો છો..ઈક્વિટી ફંડ કરતાં જોખમ ઓછું રાખવા માંગો છો, તો એક હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ તમારા રોકાણના લક્ષ્યોને પૂર્ણ કરી શકે છે. હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડની કુલ છ કેટેગરી હોય છે. તેમાં મલ્ટી એસેટ એલોકેશન ફંડ, એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ, ડાયનેમિક એસેટ એલોકેશન અથવા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ્સ, ઇક્વિટી સેવિંગ્સ ફંડ અને આર્બિટ્રેજ ફંડનો સમાવેશ થાય છે. એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ અન્ય પાંચ હાઇબ્રિડ કેટેગરી કરતાં વધુ સારું રિટર્ન આપે છે. જો 27 ઓક્ટોબર, 2023 સુધીના ડેટા પર નજર કરીએ તો, એગ્રેસિવ હાઇબ્રિડ ફંડે છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 17 ટકા, પાંચ વર્ષમાં 13 ટકા અને 10 વર્ષમાં 13.4 ટકાનું રિટર્ન આપ્યું છે.
આવો સમજીએ કે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ વધુ સારું પ્રદર્શન કેમ કરે છે-
સૌથી પહેલા તો એ જાણીએ કે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ શું હોય છે? સેબીની ગાઇડલાઇન અનુસાર,એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ તેની એસેટના 65 ટકાથી 80 ટકા ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત વિકલ્પોમાં રોકાણ કરે છે. જ્યારે 20 થી 35 ટકા રકમ ડેટ સંબંધિત વિકલ્પોમાં લગાવવામાં આવે છે. પ્યોર ઇક્વિટી ફંડ્સની તુલનામાં આ ફંડ્સમાં જોખમ ઓછું હોય છે, પરંતુ તેમાં રિટર્ન કોઈપણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેવું જ મળે છે.
વાસ્તવમાં, જ્યારે શેરબજાર ઊંચાઇ પર હોય છે, ત્યારે આ ફંડ્સમાં ઊંચું રિટર્ન આપવાની ક્ષમતા હોય છે, જે રોકાણકારને લાંબા ગાળે સારી રકમ ભેગી કરવામાં મદદ કરે છે. તેવી જ રીતે, જ્યારે શેરબજાર ડાઉન હોય છે, ત્યારે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડનો ડેટવાળો હિસ્સો રોકાણકારને રાહત અને સ્થિરતા પ્રદાન કરે છે.
હવે એ પણ જાણી લઇએ કે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સમાં ટેક્સ કેવી રીતે લાગે છે?
એગ્રેસિવ હાઇબ્રિડ ફંડને ઇક્વિટી ફંડ ગણવામાં આવે છે, તેથી તેના પર ટેક્સ પણ ઇક્વિટી ફંડની જેમ લાગે છે. જો તમે એક વર્ષની અંદર રિડીમ કરો છો, તો રિટર્ન પર 15 ટકાના દરે ટેક્સ લાગશે. એક વર્ષ પછી રિડેમ્પશન પર, તમારે 10 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. જો કે, 1 લાખ રૂપિયા સુધીનો નફો સંપૂર્ણપણે કરમુક્ત છે.
હવે સવાલ એ થાય છે કે શું તમારે તેમાં રોકાણ કરવું જોઈએ?
તો જે રોકાણકારો પોતાના નાણાકીય લક્ષ્યાંકોને પ્રાપ્ત કરી ચુક્યા છે, અથવા જેઓ મધ્યમ જોખમ લેવા માગે છે, તેઓ સ્મોલકેપ-મિડકેપ ફંડ્સ જેવા ઉચ્ચ જોખમવાળા વિકલ્પોમાંના બદલે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ જેવા સુરક્ષિત વિકલ્પોમાં સ્વિચ કરવા એટલે કે પૈસા કાઢીને તેમાં લગાવવાનો વિચાર કરી શકે છે. ઇક્વિટી માર્કેટ એટલે કે શેરબજાર ઘણા મહિનાઓથી એક ઉંચા સ્તરે જોવા મળી રહ્યું છે, તેથી ત્રણ વર્ષથી વધુ સમયનો ટાર્ગેટ રાખનારા રોકાણકારો એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. જો આપણે 27 ઓક્ટોબર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા 3 વર્ષમાં આવા ફંડ્સે લગભગ 17 ટકા રિટર્ન આપ્યું છે.
વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં, ભારતીય અર્થતંત્ર અન્ય ઇમર્જિંગ અને વિકસિત બજારો કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે. જેના કારણે, એવો વિશ્વાસ છે કે ભારતીય બજારો લાંબા ગાળે મજબૂત રહેશે.. પરંતુ કોઈપણ નાણાકીય પ્રોડક્ટ જોખમ મુક્ત નથી હોતી. આવી સ્થિતિમાં, એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ સંબંધિત રોકાણો પર પણ જોખમ હોઈ શકે છે. એગ્રેસિવ હાઇબ્રિડ ફંડમાં ડેટની સાથે જ ઇક્વિટી કોમ્પોનન્ટ પણ હોય છે, જેના કારણે તેમાં મધ્યમથી ઉચ્ચ સ્તરનું જોખમ હોય છે. આમ તો આ ફંડની ફંડની નેટ એસેટ વેલ્યુમાં પ્યોર ઇક્વિટી ફંડ્સની સરખામણીએ ઓછા ઉતાર-ચડાવ હોય છે. પરંતુ ઓછી ગુણવત્તાવાળી ડેટ સિક્યોરિટીઝ અને સ્મોલ કેપ ઈક્વિટીઝમાં રોકાણને કારણે રોકાણકારો માટે જોખમ વધી જાય છે. તેથી, જતિન જેવા રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડમાં રોકાણ પોતાની જોખમ પ્રોફાઇલ અને લાંબા ગાળાના ધ્યેયો અનુસાર જ કરે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો