શું રેટિંગથી બેસ્ટ મ્યુ.ફંડ પસંદ કરવામાં મદદ મળે છે? php // echo get_authors();
?>
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં 1500 થી વધુ સ્કીમ્સ છે અને આ બધી સ્કીમ્સમાંથી, પોતાના લક્ષ્ય અથવા ગોલ અનુસાર કોઇ એક સ્કીમ પસંદ કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય હોય છે.
Money9: જયપુરમાં રહેતી રચના એક સરકારી સ્કૂલમાં શિક્ષક છે. તે તેની આવકના એક મોટા હિસ્સાનું રોકાણ કરે છે. બે વર્ષ પહેલાં, તેણે એક વેબસાઇટ પર મ્યુચ્યુઅલ ફંડનું સારું રેટિંગ જોયું અને તેના દ્વારા આકર્ષિત થઈ, એટલે કે, તેણે તેમાં લમ્પસમ રોકાણ કર્યું. પરંતુ આજે તેના ફંડની હાલત ખરાબ છે, રિટર્ન FD જેટલું પણ નથી. હવે તેના મનમાં પ્રશ્ન આવે છે કે તેનાથી ભૂલ ક્યાં થઇ…તેણે તો સારા રેટિંગવાળા ફંડમાં રોકાણ કર્યું હતું?
રચનાની જેમ, ઘણા રોકાણકારો રેટિંગના આધારે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરે છે… રોકાણકારોની મુશ્કેલી સમજી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં 1500 થી વધુ સ્કીમ્સ છે અને આ બધી સ્કીમ્સમાંથી પોતાના લક્ષ્ય અથવા ગોલ અનુસાર કોઇ એક સ્કીમ પસંદ કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય હોય છે.
પરંતુ પ્રશ્ન એ છે કે, શું રોકાણકારે ખરેખર રેટિંગને પ્રાધાન્ય આપવું જોઈએ…શું તેનાથી બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવામાં મદદ મળે છે?
સૌ પ્રથમ તો એ સમજીએ કે કોઇ ફંડનું રેટિંગ કેવી રીતે નક્કી થાય છે.
ઘણી ખાનગી સંસ્થાઓના રેટિંગ સામાન્ય રીતે કોઇ ફંડના અલગ-અલગ સમયગાળા માટેના રિસ્ક એડજસ્ટેડ હિસ્ટોરિકલ રિટર્ન્સ પર આધારિત હોય છે…આમાં ફંડની તુલના સમાન કેટેગરીના અન્ય ફંડ્સ સાથે કરવામાં આવે છે. આનાથી એ સંકેત મળેછે કે કોઇ રિસ્ક લેવલે સ્કીમ કેટલું રિટર્ન આપી શકે છે.
આમાં, પર્સેન્ટાઈલના આધારે મ્યુચ્યુઅલ ફંડ્સને સ્ટાર્સ આપવામાં આવે છે…ઉદાહરણ તરીકે, પર્સેન્ટાઈલના આધારે પસંદ કરવામાં આવેલા ટોચના 10 ટકા ફંડ્સને 5 સ્ટાર રેટિંગ આપવામાં આવે છે. તેવી જ રીતે, નીચેના 10 ટકા ફંડને 1 સ્ટાર રેટિંગ આપવામાં આવે છે.
ચાલો હવે એ જાણીએ રેટિંગ પછી ગરબડ ક્યાં ઉભી થાય છે? ભૂલ કોઈપણ ફંડ મેનેજર કરી શકે છે. જેના કારણે ઘણી વખત ફંડનું પ્રદર્શન નબળું પડી જાય છે. એવું પણ શક્ય છે કે કોઈ કંપનીનો ખૂબ જ સક્ષમ ફંડ મેનેજર નોકરી છોડીને જતો રહે. જેના કારણે, શક્ય છે કે 5 સ્ટાર રેટેડ ફંડ પણ રિટર્ન આપવામાં પાછળ રહી જાય.
આ જ રીતે, શક્ય છે કે નીચા રેટિંગવાળા ફંડની કિસ્મત બદલાઈ જાય, એટલે કે ત્યાં ખૂબ જ સક્ષમ ફંડ મેનેજર આવે. અથવા ફંડની AMC તેની રોકાણ પદ્ધતિ અથવા પ્રક્રિયામાં કોઈ એવો ફેરફાર કરે જેનાથી તેની કામગીરી સુધરી જાય.
તો હવે સવાલ એ થાય કે સામાન્ય રોકાણકારોએ શું કરવું જોઈએ?
TIW કેપિટલના CEO મોહિત રલ્હાન કહે છે કે રેટિંગ માટે કેવા પ્રકારના પેરામીટર અને મેથડોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના વિશે રોકાણકારોએ જાગૃત રહેવું જોઈએ. એ પણ જોવું જોઈએ કે સ્કીમના ફંડ મેનેજર કેટલા સક્ષમ છે, ફંડ હાઉસ કેવું છે અને તેની રોકાણની મેથડોલોજી એટલે કે રોકાણની રીત મજબૂત છે કે નહીં.
ફક્ત રેટિંગ તમને કોઇ રોકાણ સાધનની ગુણવત્તાનો પર્યાપ્ત અંદાજ નથી આપી શકતી. તમારે એ પણ જોવું પડશે કે તે ફંડ તમારી ચોક્કસ જરૂરિયાતો માટે યોગ્ય છે કે નહીં. તમે ટૂંકા ગાળા માટે રોકાણ કરવા માંગો છો કે લાંબા ગાળા માટે? તમારા માટે લિક્વિડિટી વધારે મહત્વની છે કે રિટર્ન? તમે કેટલી હદ સુધી જોખમ લઈ શકો છો? આ તમામ માપદંડોનું આકલન કર્યા બાદ જ તમે તમારી ખાસ જરૂરિયાત અનુસાર મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરી શકો છો.
Published September 13, 2023, 11:09 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો