MONEY9 GUJARATI: કમલેશને તેના ભાઈને અભ્યાસ માટે વિદેશ મોકલવાનો હતો…તેથી તેણે એક જ ક્ષણમાં મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund)નું ઈન્વેસ્ટમેન્ટ (Investment) તોડી નાખ્યું… સામાન્ય રીતે દરેક વ્યક્તિ જ્યારે અચાનક પૈસાની જરૂર પડે ત્યારે આવું જ કરે છે…પરંતુ, કેટલાક રોકાણ એવા હોય છે જેને ના તોડવા જ સારા છે.. જો તમને પૈસાની જરૂર હોય, તો તમે તેની સામે લોન (loan) લઈ શકો છો.. લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ (Loan against Mutual Fund) કંઈક આવું જ છે.. આ Early રિડેમ્પશન (Early redemption) કરતાં તે કેવી રીતે સારું છે તે જાણતા પહેલા, ચાલો જોઈએ કે કમલેશ જેવા કેટલા લોકો છે જે મ્યુચ્યુઅલ ફંડમાંથી જલ્દી પૈસા ઉપાડી લે છે.
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના તાજેતરના સર્વે અનુસાર, 48.7 ટકા ઇક્વિટી રોકાણકારો તેમના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો એટલે કે ઈન્વેસ્ટમેન્ટ બે વર્ષ કે તેથી ઓછા સમયમાં વેચી દે છે. AMFIના ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે 22.2 ટકા ઇક્વિટી રોકાણકારોએ 12 થી 24 મહિના સુધી રોકાણ રાખ્યું હતું… જ્યારે, 15.6 ટકા ઇક્વિટી રોકાણ 6 મહિનાથી વધુ સમય માટે પણ ચાલ્યું નહોતું… જ્યારે 10.9 ટકા ઇક્વિટી એસેટ 6 થી 12 મહિના માટે રોકાણ કરવામાં આવે છે… આ આંકડા 30 જૂન, 2023 સુધીના છે.
લાંબા ગાળાના રોકાણના મહત્વ અને કમ્પાઉન્ડિંગ રિટર્નની તાકાતને અવગણીને મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવા યોગ્ય માનવામાં આવતું નથી. જો કે, પૈસા ઉપાડવા માટે ઘણા કારણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડ પર લોન તમને મદદ કરી શકે છે.. જો તમને થોડા સમય માટે એટલે કે 3 મહિનાથી 1 વર્ષ માટે પૈસાની જરૂર હોય અને લોનની રકમ બહુ મોટી ના હોય, તો તમે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઈ શકો છો.
મ્યુચ્યુઅલ ફંડ લોન એ સિક્યોર્ડ લોન છે…તમે બેંક અથવા NBFC દ્વારા લોન લઈ શકો છો…લોન લેતી વખતે, લિન એટલે કે એક પ્રકારનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે.. જે બેંકને લોનની ચુકવણી થાય ત્યાં સુધી મ્યુચ્યુઅલ ફંડ પર કબજાનો અધિકાર આપે છે…. જ્યારે લોન ચૂકવવામાં આવે છે ત્યારે કરાર સમાપ્ત થાય છે… ચૂકવણી ન થવાના કિસ્સામાં, બેંક મ્યુચ્યુઅલ ફંડ કંપનીને ગીરવે મૂકેલા મ્યુચ્યુઅલ ફંડ યુનિટને રિડીમ કરવાનું કહીને લોન વસૂલ કરે છે.
મ્યુચ્યુઅલ ફંડને ગીરવે મૂકીને કેટલી લોન મેળવી શકાય છે તે એ વાત પર નિર્ભર કરે છે કે રોકાણ કયા પ્રકારની સ્કીમમાં છે… ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના કિસ્સામાં નેટ એસેટ વેલ્યુ એટલે કે NAVના 50થી 60 ટકા સુધીની, જ્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં 85 ટકા સુધીની લોન મળી શકે છે… ઉદાહરણ તરીકે, જો આજની તારીખે તમારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની કુલ NAV 5 લાખ રુપિયા છે, તો તમે 2.5થી 3 લાખ રુપિયા સુધીની લોન મેળવી શકો છો. ઘણી બેંકો લોનની રકમ પર મેક્સિમમ લિમિટ પણ લગાવે છે.. SBI ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર મહત્તમ 20 લાખ અને ડેટ ફંડના કિસ્સામાં 5 કરોડ રુપિયા સુધીની લોન આપે છે.
મ્યુચ્યુઅલ ફંડ લોનનો ઈન્ટરેસ્ટ રેટ સામાન્ય રીતે 10થી 14 ટકા હોઈ શકે છે… એક્સિસ બેંકની Loan Against Securities (Digital)નો વ્યાજ દર 9.99 ટકા છે જ્યારે Loan Against Securities (Physical)નો દર 11.50થી 13.75 ટકા છે… તેવી જ રીતે, SBI લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ માટે 11.05 ટકા વ્યાજ દર વસૂલ કરી રહી છે.. લોન ચૂકવવા માટે EMI અથવા ઓવરડ્રાફ્ટ બંને વિકલ્પો ઉપલબ્ધ છે… સામાન્ય રીતે લોન ઓવરડ્રાફ્ટના રૂપમાં આપવામાં આવે છે…આમાં, વ્યાજ નિયમિતપણે વસૂલવામાં આવે છે. લોનનો ટેન્યોર પૂરો થાય ત્યારે લોનની સમગ્ર રકમ એક જ વારમાં ચૂકવવી પડે છે.. અથવા તમે સમગ્ર ટેન્યોર દરમિયાન કોઈપણ સમયે લોન ચૂકવી શકો છો.. હવે લોનમાં સમાવિષ્ટ અન્ય ચાર્જિસની વાત કરીએ
લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ એ કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવા કરતા સારું છે, ચાલો તેને એક ઉદાહરણથી સમજીએ…પહેલો ઑપ્શન: જો કમલેશે તેનું રોકાણ ચાલુ રાખ્યું હોત તો.. કમલેશને 3 લાખ રુપિયાની જરૂર હતી, જે તેમણે મ્યુચ્યુઅલ ફંડના યુનિટને વેચીને ઉપાડ્યા. ચાલો માની લઈએ કે તેનું મ્યુચ્યુઅલ ફંડ યુનિટ અંદાજીત 10 ટકાના વાર્ષિક રિટર્ન સાથે વધ્યું, તો 3 વર્ષ પછી આ ત્રણ લાખ રૂપિયા, 3 લાખ 99 હજાર 300 રૂપિયા થઈ જાત.. એટલે કે 99,300નો નફો થયો હોત.
બીજો ઑપ્શન: જો કમલેશે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ સામે તેને વેચવાને બદલે લોન લીધી હોત, તો 3 લાખ રુપિયા પર 3 વર્ષની EMI 10%ના દરે 9,680 રુપિયા પ્રતિ માસ થાય… ત્રણ વર્ષમાં, તેમને વ્યાજ સાથે 3 લાખ 48 હજાર 486 રુપિયા ભરવા પડ્યા હોત..
મ્યુચ્યુઅલ ફંડ યુનિટ વેચવાને બદલે જો કમલેશ તેની પર લોન લીધી હોત તો તેમનું રોકાણ અકબંધ રહેતું અને તેના પર તેમને રિટર્ન પણ મળતું. જો તેણે યુનિટ રિડીમ ન કર્યા હોત તો કમલેશને 99,300 રુપિયાનું રિટર્ન મળ્યું હોત. જેમાંથી 48,486 રુપિયા જો વ્યાજના નીકાળી દઈએ તો પણ તેમને કુલ મળીને 50,814 રુપિયાનો નફો થયો હોત,, જો મ્યુચ્યુઅલ ફંડ 10 ટકાના રિટર્ન સાથે વધે. ઇક્વિટીના કિસ્સામાં રિટર્ન વધી અને ઘટી શકે છે..
મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવાને બદલે, તેમાંથી લોન લેવાનો ફાયદો એ થશે કે તમારું લમ્પસમ અથવા SIP ઈન્વેસ્ટમેન્ટ તૂટશે નહીં અને લૉન્ગ ટર્મ ફાઈનાન્સિયલ ગોલ પૂરા થઈ શકશે.. અને સાથે જ કમ્પાઉન્ડિંગ ઈન્ટરેસ્ટનો લાભ પણ મળશે. કમ્પાઉન્ડિંગના ફાયદા આ રીતે સમજો,, ધારો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું છે, તો 10 ટકાના અંદાજિત રિટર્ન સાથે,,આ નાણાં આવતા વર્ષે 1,10,000 રુપિયા થઈ જશે.. તે આગામી વર્ષમાં 1 લાખ 21 હજાર રુપિયા થઈ જશે.. આવી જ રીતે દર વર્ષે પૈસા વધતા રહેશે.. લાંબા ગાળે આ રિટર્ન 10% થી વધુ 12, 13% પણ હોઈ શકે છે.
કમલેશની જેમ, જો તમને ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર હોય, તો તમે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઈ શકો છો. લોન લેતી વખતે તમારે કેટલીક અન્ય મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. પ્રથમ, મ્યુચ્યુઅલ ફંડની તમામ સ્કીમ પર લોન મળે તે જરૂરી નથી… તમે બેંકની વેબસાઈટ પર જઈ ચેક કરી શકો છો કે કઈ સ્કીમ્સ પર લોન મળશે…બીજું – તમે મ્યુચ્યુઅલ ફંડની જેટલા યૂનિટ પર લોન લીધી છે તેને લોન પૂરી થાય ત્યાં સુધી વેચી નહીં શકો.. ત્રીજું- રોકાણ કરતા પહેલા ઈમરજન્સી ફંડ બનાવો જેથી રિડેમ્પશન કે લોનની જરૂર જ ના પડે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો