લોન લઈને ઘરનું સપનું પૂરું કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. દર વર્ષે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ નવરાત્રિ તથા દિવાળી વખતે ફેસ્ટિવ ઓફર લોન્ચ કરતી હોય છે. જો તમારી ગણતરી હોમ લોન લેવાની હોય તો આવી તકનો લાભ ઉઠાવી લેજો. એક પછી એક બેન્ક અને ફાયનાન્સ કંપનીઓ હોમ લોન માટે ફેસ્ટિવ ઓફર લૉન્ચ કરવા લાગી છે. SBI અને બેન્ક ઑફ બરોડા બાદ હવે બજાજ હાઉસિંગ ફાયનાન્સે હોમ લોન માટે આકર્ષક ઓફર લૉન્ચ કરી છે.
બજાજ હાઉસિંગ ફાયનાન્સની ઑફર
બજાજ હાઉસિંગ ફાયનાન્સે લૉન્ચ કરેલી ફેસ્ટિવ ઓફર હેઠળ પગારદાર (salaried) વર્ગને 8.45 ટકા વ્યાજ દર પર હોમ લોન આપવાની જાહેરાત કરી છે. આ ઈન્ટરેસ્ટ રેટ પર લોન મેળવવા માટે ક્રેડિટ સ્કોર 8.50 ટકા કે તેનાથી વધારે હોવો જરૂરી છે. બજાજ ફાયનાન્સની આ ઑફર 12 નવેમ્બર, 2023 સુધી ચાલુ રહેશે. બજાજ ફાયનાન્સ જેવી નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFC) અત્યારે 8.50 ટકાથી 14.75 ટકાના દરે હોમ લોન ઓફર કરી રહી છે.
SBI આપે છે 0.65% ડિસ્કાઉન્ટ
SBIએ પણ હોમ લોન પર 0.65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI)એ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને હોમ લોન માટે ખાસ ઑફર લૉન્ચ કરી છે. 31 ડિસેમ્બર, 2023 સુધી ચાલુ રહેનારા SBIના આ સ્પેશિયલ કેમ્પેન હેઠળ હોમ લોનના વ્યાજ દરમાં 0.65 ટકાનું કન્સેશન મળે છે. વ્યાજ દરમાં કન્સેશનનો લાભ રેગ્યુલર હોમ લોન, flexipay, Nri, non-salaried, privilege અને Apon Ghar માટે લાગુ છે.
બેન્ક ઑફ બરોડાની ઑફર
અગાઉ બેન્ક ઓફ બરોડાએ પણ ફેસ્ટિવ ઓફર લોન્ચ કરી હતી. તેની ઓફર 31 ડિસેમ્બર સુધી ચાલુ છે. તેણે ‘BoB કે સંગ ત્યોહાર કી ઉમંગ’ ફેસ્ટિવ કેમ્પેન લૉન્ચ કર્યું છે. તેની ફેસ્ટિવ ઑફરમાં સેવિંગ એકાઉન્ટ્સ પર કેટલાક બેનિફિટ પણ સામેલ છે. બેન્ક આ ઑફર હેઠળ આકર્ષક વ્યાજ દરે હોમ લોનની સાથે સાથે કાર લોન, એજ્યુકેશન લોન અને પર્સનલ લોન પણ આપી રહી છે.
Published September 14, 2023, 17:46 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો