Money9: અદિતી જેવા લાખો યંગસ્ટર્સ જેમની હમણાં જ નોકરી લાગી છે અને ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે છે. તેમના મનમાં આવું કન્ફ્યુઝન રહેતુ જ હોય છે. મોંઘવારીના સમયમાં દરેક સપનું એક મોટા પ્રાઇસ ટેગની સાથે આવે છે. જેમ કે કાર માટે 5 લાખ, ઘર માટે 50 લાખ રૂપિયા અને રિટાયરમેન્ટ માટે કરોડો રૂપિયાની જરૂરિયાત પડે છે. જેને પૂરા કરવા માટે ક્યાં તો મોટી કમાણી હોય અથવા તો કોઇ સ્ટ્રેટેજીક પ્લાન હોય. એક એવરેજ સેલેરિડી પર્સન માટે મોટી કમાણી કરવી સરળ નથી હોતી જેના કારણે નોકરી શરૂ કરવાની સાથે ફાઇનાન્સિયલ પ્લાન બનાવવો જોઇએ જેથી સપનાને પૂરા કરવામાં પૈસા આડા ન આવે. હવે આવું કેવી રીતે થશે..હું તમને જણાવું.
અભ્યાસ પૂર્ણ કરીને પહેલીવાર નોકરી શરૂ કરનારા મોટાભાગના યંગસ્ટર્સની કમાણી હરવા-ફરવા, ગેઝેટ ખરીદવા, બહારનું ખાવા-પીવા જેવા શોખ પૂરા કરવા અને કેટલાક કિસ્સામાં એજ્યુકેશન લોન ચુકવવામાં જતી રહે છે. એવા લોકોએ નોકરી શરૂ કર્યાના કેટલાક મહિનાઓ સુધી સેલેરી પોતાની મરજીથી ખર્ચ કરવી જોઇએ. પરંતુ ત્યારબાદ ફાઇનાન્સિયલ પ્લાનિંગ પર ધ્યાન આપવું જોઇએ. શરૂઆતના ફાલતુ ખર્ચા કરતી વખતે પણ એવા જ પૈસા ખર્ચ કરો જે તમારા હાથમાં છે. EMI કે ક્રેડિટ કાર્ડના સહારે બિલકુલ ન કરો. તે તમારી ફ્યૂચર ઇનકમમાં ગાબડુ પાડી શકે છે.
ગેઝેટ, કપડા જેવી જરૂરિયાતો અને શોખ પૂરા કર્યા બાદ તમારુ નેકસ્ટ સ્ટેપ ફાઇનાન્સિયલ પ્લાનિંગનું હોવું જોઇએ. જેથી ફાઇનાન્સિયલ ગોલ પૂર્ણ થઇ શકે. ફાઇનાન્સિયલ ગોલનો અર્થ છે કે તમારે કયા કામ માટે કેટલા સમયમાં, કેટલા પૈસાની જરૂરિયાત છે. આ ગોલને પૂરા કરવા માટે તમારે સેવિંગ કરવું પડશે. આવા સંજોગોમાં કરિયરની શરૂઆતથી જ સેલેરીમાંથી પૈસા બચાવો અને પછી ઇન્વેસ્ટ કરો. હાથમાં આવતી સેલેરીમાં કેટલા પર્સન્ટેજ પૈસા તમારે બચાવવાના છે તેની પર જાણીએ એક્સપર્ટનો મત.
જો તમારી સેલેરીમાં સેવિંગનો હિસ્સો ઓછો છે તો ખર્ચાઓને ટ્રેક કરીને તેને ઘટાડવાની જરૂરિયાત છે. સેવિંગ્સ શરૂ કરવા માટે ઘણી મોટી એમાઉન્ટ હોવી જરૂરી છે. આના માટે જરૂરી એ છે કે તમે થોડા પણ પૈસા બચાવો. ઉદાહરણ તરીકે જો તમે 1,000 રૂપિયા મહિનાની SIP ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરો છો તો 12 ટકાના અંદાજીત રિટર્નથી 30 વર્ષમાં 35 લાખ રૂપિયા ઉમેરી શકો છો. આ ઇન્વેસ્ટમેન્ટનો પાવર છે. આને જાણ્યા બાદ હવે પાછા ફરીએ ફાઇનાન્સિયલ ગોલ્સ પર.
નવું નવું કરિયર શરૂ કરનારા યુવાનોનો સૌથી પહેલો ગોલ એજ્યુકેશન કે કરિયર અપગ્રેડેશનનું હોવું જોઇએ. જેની મદદથી તમે હાયર સ્ટડી કરીને વધુ કમાણી કરી શકશો. જેનાથી બાકીના ફાઇનાન્સયિલ ગોલને પૂર્ણ કરવામાં મદદ મળશે.
બીજા ફાઇનાન્સિયલ ગોલ્સમાં ગાડી કે ઘર ખરીદવું, લગ્નનો ખર્ચ અને ત્યારબાદ બાળકોના લગ્ન અને છેવટે રિટાયરમેન્ટ હોઇ શકે છે. તમે તમારા ગોલ્સને 3 ભાગમાં એટલે કે શોર્ટ, મીડિયમ અને લોંગ ટર્મમાં વહેંચી લો. આ ગોલ્સને કેટલા વર્ષમાં પ્રાપ્ત કરવાના છે અને તેના માટે કેટલા પૈસાની જરૂરિયાત પડશે. એ નિર્ણય કરો. આનાથી તમને એ ખબર પડશે કે ફાઇનાન્સિયલ ગોલ્સને પૂરા કરવા માટે કેટલા પૈસા, ક્યાં સુધીમાં ઇન્વેસ્ટ કરવાના છે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મને લઇને કોઇ ચોક્કસ પરિભાષા નથી. સામાન્ય રીતે 6 મહિનાથી 3 વર્ષ સુધીના રોકાણને શોર્ટ ટર્મ, 3 થી 5 વર્ષના રોકાણને મીડિયમ ટર્મ જ્યારે 5 વર્ષથી ઉપરના રોકાણને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે.
વીમો એ તમારા નાણાકીય આયોજનનો એક ભાગ હોવો જોઈએ. વીમો તમને અને તમારા પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. જેથી તમારી ગેરહાજરીમાં તમારા પ્રિયજનોને નાણાકીય સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આવી સ્થિતિમાં જીવન વીમો જરૂર લો. જીવન વીમામાં કોઇ રિટર્ન નથી પરંતુ તમને ઓછા પ્રીમિયમ પર મોટું વીમા કવર મળે છે. ભવિષ્યમાં સારવારનો ખર્ચ ઘટાડવા માટે આરોગ્ય વીમો પણ લેવો જોઈએ.
મુસીબત ક્યારે કહીને નથી આવતી. આવી સ્થિતિમાં રોકાણ શરૂ કરતા પહેલા ઈમરજન્સી ફંડ જરૂર બનાવો…તેમાં ઓછામાં ઓછા 6 મહિનાના ખર્ચ જેટલા પૈસા રાખો… તેના બે ફાયદા છે… પ્રથમ, આ નાણાં મુશ્કેલ સમયમાં ઉપયોગી થશે.. બીજું, જ્યારે તમને નાણાંની જરૂર હોય ત્યારે તમારે તમારું રોકાણ તોડવું નહીં પડે…જેથી તમારા ફાઇનાન્સિયલ ગોલને અસર નહીં થાય.
અદિતીની જેમ તમે પણ અત્યારથી રિટાયરમેન્ટ માટે પૈસા ઉમેરી શકો છો. અત્યારે થોડાક પૈસાથી શરૂ કરો અને સેલેરી વધવાની સાથે ઇન્વેસ્ટમેન્ટ વધારીને સારાએવા પૈસા બનાવી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે બીજી એક વાત ધ્યાનમાં રાખજો કે રેન્ડમ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મનફાવે તે રીતે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય ન કરવું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો