Money9 Gujarati: શું તમે જોયું છે કે કેવી રીતે લોકો ફાઈનાન્શિયલ ઈન્ફ્લુએન્સર્સ (Financial Influencers) ની વાત પર આંધળો વિશ્વાસ મૂકે છે? આવા કેસોમાં લોકોને હજારો અને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. ફાઈનાન્શિયલ ઈન્ફ્લુએન્સર્સને ફિન્ફ્લુએન્સર (Fininfluencer) પણ કહેવામાં આવે છે. Finfluencers Instagram, Facebook, YouTube અને X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social media platforms) પર સ્ટોક માર્કેટ, ક્રિપ્ટોકરન્સી, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ (Investment)ની ભલામણ કરે છે. ફાઈનાન્શિયલ ઈન્ફ્લુએન્સર્સ મોહમ્મદ નસીરુદ્દીન અન્સારી સામે સેબી (SEBI)ની કાર્યવાહીથી લોકોની આંખો ખુલી જવી જોઈએ. આ ફિન્ફ્લુએન્સર્સ કેવી રીતે આ લોકોને કોર્સના નામે, ટેક્નિકલ ચાર્ટ સમજાવાના નામે ગેરમાર્ગે દોરી રહ્યા છે અને સાથે જ તેમની પાસેથી પૈસા પણ પડાવી રહ્યા છે..તમે રિસ્કને જાતે સમજો અને પછી શેર ખરીદો.
સેબીએ ફાઈનાન્શિયલ ઈન્ફ્લુએન્સર મોહમ્મદ નસીરુદ્દીન અંસારી વિરુદ્ધ ખોટી પ્રેક્ટિસ અને નિયમો વિરુદ્ધ કામ કરવા બદલ કાર્યવાહી કરી હતી. અંસારી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ “બાપ ઓફ ચાર્ટ” હેઠળ કામ કરી રહ્યા છે. અંસારી પર શેરબજારને એક્સેસ કરવા પરપ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અંસારી પોતાના કોર્સ વેચવા અને વર્કશોપ એટેન્ડ કરાવવા માટે લોકોને ખોટી માહિતી આપીને લલચાવતો હતો. તેના પર 17.2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.સેબીની તપાસમાં જાણવા મળ્યું કે તે સેબીમાં નોંધણી કરાવ્યા વગર રોકાણ સલાહકાર તરીકે કામ કરી રહ્યો હતો અને લોકોને ચાર્ટની મદદથી શેર ખરીદવા/વેચવા માટે ભલામણો આપતો હતો.
અંસારી એકમાત્ર ફાઈનાન્શિયલ ઈન્ફ્લુએન્સર નથી જે ભ્રામક માહિતી આપીને લોકોને લલચાવી અને છેતરે છે. ચાર્ટ રીડિંગના નામે કેટલા ઈન્ફ્લુએન્સર લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તેઓ પોતે ચાર્ટ બનાવે છે અને એક શેર પસંદ કરશે જે માની લો કે 300 રુપિયાનો છે. આ પછી કહેશે કે ચાર્ટ જુઓ, તેનો અગાઉનો બ્રેક આઉટ આવો છે અને આગામી થોડા દિવસોમાં તે 400 રુપિયાને સ્પર્શી જશે પરંતુ આવું 15 દિવસ માટે જ રહેશે. 15 દિવસ પછી નીચે આવી જશે.. તેથી જો તમે આગામી 15 દિવસમાં ખરીદી કરશો, તો તમને નફો મળશે.. લોકો આ ફાઇનાન્સર્સને સાંભળીને તે શેર ખરીદવાનું શરૂ કરે છે.. આ પછી, બીજા ઘણા વિડિઓઝ મૂકી દે છે.. અને કહે છે કે ગયા અઠવાડિયે અમે આ કહ્યું હતું તેમ કહ્યું હતું..
તમે માત્ર અંસારીના કેસ પરથી જ ઈન્ફ્લુએન્સર્સની લોકો પર શું અસર પડી રહી છે તે સમજી શકો છો. બાપ ઓફ ચાર્ટની યુટ્યુબ ચેનલના 4.43 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, ત્યારે તેની ટેલિગ્રામ ચેનલના 53,000 સબ્સ્ક્રાઇબર્સ છે. માત્ર પાંચ મિનિટમાં ચોક્કસ નફો કમાવો, દર મહિને 5 થી 10 લાખ રુપિયાનું વળતર મેળવવા જેવા વિષયો પર યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કરીને શેરબજારમાંથી ઝડપી અને નિયમિત કમાણી કરવાના વાયદાઓ કરવામાં આવી રહ્યા હતા.
ભારતમાં, 2020 પછીથી કેપિટલ માર્કેટમાં ફાઈનાન્શિયલ ઈન્ફ્લુએન્સર્સેએ પ્રવેશ કર્યો. કોવિડ-19 રોગચાળો અને તેના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે તેમને મોટું પ્રોત્સાહન મળ્યું. પોતાના ઘરોમાં બંધ હોવાને કારણે અને રોજબરોજની ધમાલમાંથી છૂટકારો મળવાને કારણે નોકરિયાત લોકોમાં અચાનક શેરબજારમાં રસ વધવા લાગ્યો. જેના કારણે શેરબજારમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 3 વર્ષમાં, Influencersએ રોકાણકારો વચ્ચે અડ્ડો જમાવ્યો છે. તેના ફોલોઅર્સ અથવા સબસ્ક્રાઇબર્સની સંખ્યા ઘણી મોટી બ્રોકરેજ ફર્મ્સ કરતા વધુ છે.
સમય સાથે, ઘણા ફાઈનાન્શિયલ ઈન્ફ્લુએન્સર્સે સ્ટોક એક્સપર્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું… સ્ટોક સાથે જોડાયેલી સલાહ આપવા લાગ્યા, મિસ સેલિંગ કરવા લાગ્યા… એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં આ ફાઈનાન્શિયલ ઈન્ફ્લુએન્સર્સે તેમના ફૉલોઅર્સને વધારવા માટે નકલી રિટર્નનો દાવો કર્યો અથવા તો ‘પંપ એન્ડ ડમ્પ’ (‘Pump and Dump’) સ્કીમ્સનો ભાગ બનીને પોતે કમાણી કરે છે. ‘પંપ એન્ડ ડમ્પ’ સ્કીમમાં કોઈ પણ સ્ટોકને લઈને ગેરમાર્ગે દોરનારી જાણકારી આપી ખરીદીનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, જેના કારણે તે સ્ટોકની કિંમત વધે છે. જેવી કિંમત વધે છે ખોટી જાણકારી આપનારા લોકો તુરંત શેર વેચી કમાણી કરી લે છે..
તો તમે સમજી જ ગયા હશો કે આ ચાર્ટ રીડિંગ અને ટેક્નિકલ એનાલિસિસની રમત છે? અમે એવું નથી કહેતા કે કોઈનું સાંભળશો નહીં, જો કોઈ એક્સપર્ટ હોય તો તપાસો કે તે સેબીમાં રજીસ્ટર્ડ છે કે કેમ? જ્ઞાન અને સમજણ વધારવામાં કંઈ ખોટું નથી.. જો એક્સપર્ટ સેબીમાં રજીસ્ટર્ડ હોય તો પણ તેની વાત પર આંધળો વિશ્વાસ કરવો યોગ્ય નથી. સમજદારીપૂર્વક રોકાણ કરવામાં પણ સમજદારી છે. તેથી સ્માર્ટ બનો, જાગૃત રહો અને પછી રોકાણ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો