કાર માટે કેટલો જરૂરી છે કૉમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ? php // echo get_authors();
?>
કાર ઈન્સ્યોરન્સ અંગે મોટાભાગના લોકોના મનમાં પ્રથમ વિચાર આવે છે તે છે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ...એટલે કે તે ઈન્સ્યોરન્સ જે વાહન ચલાવવા માટે કાયદેસર રીતે જરૂરી છે.. આ ઉપરાંત પણ તમારી કાર માટે કૉમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સની જરુરિયાત રહે છે,, અને તેના સાથે કેટલાક એડ ઓન કવર પણ..
MONEY9 GUJARATI: સેજલની કાર અચાનક રસ્તામાં બંધ પડી ગઈ હતી. કારની બ્રેક ડાઉન થઈ ગઈ હતી. સાંજ ઢળી રહી હતી… નિર્જન વિસ્તાર હતો… અંધારું થતાં જ સેજલની બેચેની પણ વધવા લાગી… થોડીવાર જાતે પ્રયત્ન કર્યો પણ સફળ ન થઇ… છેવટે તેણે તેના મિત્રોને ફોન કર્યો અને સ્થાનિક મિકેનિકને બોલાવ્યો… મજબૂરી હતી એટલે મિકેનિકને 10,000 રુપિયા ચૂકવવા પડ્યા. પાછળથી, સેજલને સમજાયું કે જો તેણે કારના વીમાની સાથે 1,000 રુપિયાનું બ્રેકડાઉન કવર લીધું હોત, તો તેને બે ફાયદા થયા હોત..પ્રથમ તો તેને 10 ગણી રકમ ચૂકવવી ના પડી હોત… અને બીજું, ગેરંટેડ 24×7 રિપેર અને કાર ગેરેજ સુધી ટોઇંગ કરવાની સેવા મળી હોત.
કૉમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ છે ખુબ જરૂરી
કાર ઈન્સ્યોરન્સ અંગે મોટાભાગના લોકોના મનમાં પ્રથમ વિચાર આવે છે તે છે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ…એટલે કે તે ઈન્સ્યોરન્સ જે વાહન ચલાવવા માટે કાયદેસર રીતે જરૂરી છે.. આ ઉપરાંત પણ તમારી કાર માટે કૉમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સની જરુરિયાત રહે છે,, અને તેના સાથે કેટલાક એડ ઓન કવર પણ…
શું કહે છે એક્સપર્ટ?
Digit General Insurance ના Head-Motor Product કૃણાલ ઝાનું કહેવું છે કે, “જો કે કૉમ્પ્રિહેન્સિવ પ્લાનમાં કમ્પ્લીટ પ્રોટેક્શનનું વચન હોય છે, તો પણ વ્યક્તિએ કવર વધારવા માટે એક એડિશનલ કૉસ્ટની સાથે ખાસ એડ-ઓનનો વિચાર કરવો જોઈએ.” આનાથી તમને તમારા ઈન્સ્યોરન્સમાં સીધી રીતે કવર ના થતી હોય તેવી વસ્તુઓને કવર કરવામાં મદદ મળે છે, સાથે જ રિપેરિંગ પર થનારા મોંઘા ખર્ચને પણ કવર કરે છે.. જેમ કે બ્રેક ડાઉન આસિસ્ટન્સ, કારના ટાયર, એન્જિન, કી સહિત બીજા નુકશાન.
જો કે, આવા એડ-ઓન્સનો લાભ ફક્ત કૉમ્પ્રિહેન્સિવ અથવા સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કાર ઈન્સ્યોરન્સની સાથે મેળવી શકાય છે,, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સની સાથે નહીં…
કયા એડ-ઑન્સ લેવા છે જરૂરી?
હવે એ જાણી લઈએ કે એવા કયા ઍડ-ઑન્સ છે જેને લેવાનું તમારે વિચારવું જોઈએ… આમાં સૌથી પહેલા આવે છે…Roadside assistance cover.
કોઈક દિવસ તમે પણ સેજલ જેવી પરિસ્થિતિમાં ફસાઈ શકો છો. બ્રેકડાઉન કવર તમને સમગ્ર દેશમાં ચોવીસ કલાક રિપેર સપોર્ટ, ટોઇંગ સુવિધા, ફ્લેટ બેટરી/ટાયર રિપ્લેસમેન્ટ, મેડિકલ અને વચગાળાના એકોમોડેશન/ટ્રાવેલ આસિસ્ટન્સ આપે છે. ઉદાહરણ તરીકે, જ્યાં HDFC એર્ગો WagonR જેવી કાર માટે 50 રુપિયામાં આ કવર ઓફર કરે છે, તો SBI જનરલ પાસેથી તમે આ એડ-ઓન 130 રુપિયામાં મેળવી શકો છો.
ત્યારબાદ નંબર આવે છે એન્જીન, ગિયરબોક્સ, ટાયર પ્રોટેક્ટ કવરનો… પછી તે ઇલેક્ટ્રિક કાર હોય કે સામાન્ય કાર…તેની કિંમતમાં બેટરીનો મોટો હિસ્સો હોય છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારની બેટરી બદલવાની સરેરાશ કિંમત લગભગ 5 લાખ રુપિયા છે… બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સના ચીફ ટેકનિકલ ઓફિસર ટીએ રામાલિંગમ કહે છે કે EVની કુલ કિંમતમાં બેટરીનો હિસ્સો લગભગ 50 ટકા છે. EV માં, બેટરી સામાન્ય રીતે ચેસીસ લેવલ પર લગાવવામાં આવે છે અને તેમાં જો પાણી પ્રવેશે છે, તો તમારે બેટરી બદલવી પડશે, જે તમારા ખિસ્સા પર ભારે પડશે.
સામાન્ય રીતે, ઈન્સ્યોરન્સ કંપની માત્ર એક્સિડન્ટ કિસ્સામાં જ એન્જીન પ્રોટેક્શન કવર આપે છે…પરંતુ જો તમારી કારનું એન્જીન ઓઈલ લીકેજ કે પાણીમાં પ્રવેશવા જેવી આંતરિક સમસ્યાઓને કારણે બગડી જાય છે, તો આવી સ્થિતિમાં ખાસ એન્જીન કવર જ તમને મદદ કરી શકે છે. . એ જ રીતે, ટાયર પ્રોટેક્ટ કવર આકસ્મિક નુકસાન અને ટાયર બદલવા પર થયેલા ખર્ચને આવરી લે છે.
RTI કવર કરાવશે ફાયદો
ત્રીજા નંબરે આવે છે Return to Invoice cover.. તમે વિચારો,, જો કાર ચોરાઈ જાય અથવા સંપૂર્ણ રીતે નુકસાન થઈ જાય તો શું થશે? નૉર્મલ કૉમ્પ્રિહેન્સિવ મોટર ઈન્સ્યોરન્સમાં જે મહત્તમ રકમ જે ક્લેમ કરી શકાય છે તે કારની IDV એટલે કે Insured Declared Value હશે. તમે આને બજારમાં કારની વર્તમાન કિંમત તરીકે જોઈ શકો છો. ધારો કે, તમે 2017માં 7,80,000 રૂપિયામાં ટાટા નેક્સોન કાર ખરીદી હતી. કાર શોરૂમમાંથી બહાર નીકળતાની સાથે જ તેની કિંમત ઘટવા લાગે છે. હવે 6 વર્ષ બાદ આ કારની માર્કેટ વેલ્યૂ ઘટીને 3 લાખ રૂપિયા થઈ ગઈ છે.
જો આ સમયે તમારી કાર ચોરાઈ જાય છે, તો તમને રેગ્યુલર ઈન્સ્યોરન્સ હેઠળ માત્ર 3 લાખ રૂપિયા જ મળશે. પરંતુ જો તમે return to invoice એટલે કે RTI કવર લીધું છે, તો તમને પૂરા 7,80,000 રૂપિયા મળશે, એટલે કે તે જ કિંમત જે તમે તમારી કાર ખરીદતી વખતે ચૂકવી હતી. જેમાં રજીસ્ટ્રેશન ફી, રોડ ટેક્સ અને અન્યનો પણ સમાવેશ થશે. આ સાંભળવામાં ઘણું સારું લાગે છે પરંતુ, ભૂલશો નહીં કે RTI કવર સાથે પોલિસી પ્રીમિયમ રેગ્યુલર ઈન્સ્યોરન્સ કરતાં લગભગ 10 ટકા વધારે હશે. પરંતુ જો તમે એવા વિસ્તારોમાં રહો છો જ્યાં પૂર, ધરતીકંપ જેવી કુદરતી આફતોનું જોખમ વધુ હોય છે તો આ 10 ટકા વધુ ચૂકવવા ખર્ચાળ નથી.
ડેપ્રિસિએશનથી બચવા લો આ કવર
આગળ છે Depreciation Cover…ડેપ્રિસિએશન કવરને સમજવા માટે પણ ચાલો 2017માં ખરીદેલી ટાટા નેક્સોન કારનું જ ઉદાહરણ લઈએ. ધારો કે કારને ગંભીર નુકસાન થાય છે અને તમારે રિપેરિંગ માટે 20,000 રૂપિયા ખર્ચવા પડે છે. સામાન્ય સ્થિતિમાં, ઈન્સ્યોરન્સ કંપની પહેલા અફેક્ટેડ પાર્ટ્સનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશે અને પછી તમને કૉમ્પન્સેટ આપશે, એટલે કે, તમને ઓછા પૈસા મળશે. પરંતુ જો ડેપ્રિસિએશન કવર હશે તો કંપની કોઈ ડેપ્રિસિએટ કર્યા વગર તમને કૉમ્પનસેટ કરશે.. જો તમારી પાસે 5 વર્ષથી ઓછી જૂની કાર છે,, અને તમે તેના રિપેરિંગ પર વધુ ખર્ચ નથી કરવા માંગતા તો આ કવર તમારા માટે યોગ્ય છે.
આ અંગે, ટીએ રામલિંગમ કહે છે કે જ્યારે મોટર ક્લેમ સેટલ કરવામાં આવે છે, ત્યારે તમારી કારના અફેક્ટેડ પાર્ટના ડેપ્રિસિએશન અથવા વિયર ટિયર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે.. જેનાથી તમને મળનારું કૉમ્પનસેશન ઓછું થી જાય છે..પરંતુ ડેપ્રિસિએશન કવર સાથે, તમને તે પાર્ટની સંપૂર્ણ કિંમતનું કૉમ્પનસેશન મળે છે એટલે કે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવામાં નથી આવતું.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, અંતે આપણે કહી શકીએ કે જેમ તમે તમારા બાળકની સંભાળ રાખો છો, તેમ તમે તમારી કારને પણ સુરક્ષિત કરી શકો છો એટલે કે એક્સ્ટ્રા પ્રોટેક્શન કરી શકો છો અને તેમાં તમારી મદદ કરી શકે છે આ એડ-ઓન્સ..
Published September 6, 2023, 14:57 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો