Money9: નોકરી ગુમાવ્યા બાદ ગુરુગ્રામના ગગને એક રેસ્ટોરન્ટ શરૂ કરી… આ માટે તેણે પોતાનું ઘર ગીરવે મૂક્યું અને બેંકમાંથી 50 લાખ રૂપિયાની લોન લીધી…રેસ્ટોરન્ટ સારી રીતે ચાલી રહી હતી કે એક દિવસ અચાનક ગગને આ દુનિયામાં વિદાય લીધી.
ઈએમઆઈ ન ચૂકવવાને કારણે બેંકે ઘરની હરાજીની નોટિસ આપી.સંકટના આ સમયમાં પરિવારે ઘર ખાલી કરવું પડ્યું. જો ગગને ક્રેડિટ ઈન્સ્યોરન્સ લીધો હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત. ક્રેડિટ ઇન્સ્યોરન્સ શું છે, તે કેવી રીતે કામ કરે છે, આવો સમજીએ.
જ્યારે તમે ઘર ખરીદવા અથવા ધંધા માટે લોન લો છો…તો બેંક તેની સાથે વીમા પોલિસી ખરીદવાનો આગ્રહ રાખે છે… આ પોલિસી ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી હોય છે. જેનું કવર લોનની રકમ જેટલું હોય છે. જેમ જેમ લોન ચૂકવવામાં આવે છે તેમ તેમ વીમા કવર પણ ઘટતું જાય છે. એક રીતે, તે જીવન વીમા પોલિસી હોય છે, પરંતુ તે બેંકના લોન ખાતા સાથે જોડાયેલી છે.
ક્રેડિટ ઇન્સ્યોરન્સના ઘણા પ્રકારો છે. આમાં લાઇફ ક્રેડિટ ઇન્સ્યોરન્સ સૌથી વધુ લોકપ્રિય છે.આ સિવાય ડિસએબિલિટી, પ્રોપર્ટી અને ક્રેડિટ રિસીવેબલ ઇન્સ્યોરન્સ સામેલ છે. રિસીવેબલ ઇન્સ્યોરન્સનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ કે ફર્મનું ગ્રાહક પાસેનું પેમેન્ટ અટકી જાય તો તેની વીમાથી ભરપાઇ થશે. ક્રેડિટ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે? આના માટે ગગનનું જ ઉદાહરણ લઈ લઇએ.
તેણે બિઝનેસ માટે રૂ. 50 લાખની લોન લીધી હતી… જો તેણે ક્રેડિટ ઇન્શ્યોરન્સ લીધો હોત, તો EMI ભરવાની સાથે વીમા કવર પણ ઘટી ગયું હોત… ધારો કે તેની રૂ. 40 લાખની લોન બાકી હતી.. તેના મૃત્યુ બાદ બેંક વીમા દ્વારા રકમ કવર કરી લેત. આવી સ્થિતિમાં, ગગનના પરિવારને ઘર ખાલી કરવું ન પડ્યું હોત. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિ બીમારી કે અકસ્માતને કારણે દિવ્યાંગ થઈ જાય. તો બેંક ક્રેડિટ ઈન્સ્યોરન્સ દ્વારા લોનની ભરપાઈ કરી લે છે.
ક્રેડિટ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ લોનની રકમ, લોનધારકની ઉંમર, જો કોઇ બીમારી હોય તો તેના લોડિંગના આધારે નક્કી કરવામાં આવે છે. ક્રેડિટ ઇન્સ્યોરન્સમાં સામાન્ય રીતે સિંગલ પ્રીમિયમ હોય છે… જે લોનની રકમમાં જ ઉમેરવામાં આવે છે. જો કે, એ જરૂરી નથી કે તમે સિંગલ પ્રીમિયમ વિકલ્પ પસંદ કરો. આના માટે, તમે છમાસિક અથવા વાર્ષિક પ્રીમિયમનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
એવો કોઈ નિયમ નથી કે તમારે માત્ર બેંકમાંથી જ ક્રેડિટ લાઈફ પોલિસી લેવી જોઈએ. લોનની રકમ જેટલી રકમનો ટર્મ પ્લાન લઇને પણ બેંકમાં જમા કરાવી શકો છો. જો તમે સ્વસ્થ છો અને તમારી નોકરી કે ધંધો સારો ચાલી રહ્યો છે. તો તમે લોનની EMI સરળતાથી ચૂકવી શકશો. જો તમે કોઈ અકસ્માત કે બીમારીને કારણે દિવ્યાંગ થઈ જાઓ છો તો લોન EMI બંધ થઈ શકે છે. આવી સ્થિતિમાં, લોનની જવાબદારી પરિવાર પર ન આવે એટલા માટે ક્રેડિટ ઇન્સ્યોરન્સ જરૂરી છે. આ વીમામાં હોમ લોન, કાર લોન અને બિઝનેસ લોનની જવાબદારીઓ આવરી લેવામાં આવે છે. જો પરિવારમાં એક જ વ્યક્તિ કમાનાર હોય તો લોનની જવાબદારીને આવરી લેવા માટે વીમો લેવો જરૂરી છે.
ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે પરિવારની આર્થિક સુરક્ષા માટે, તમારી વાર્ષિક આવકના 15 ગણા સુધીનું કવર કરતો ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો..આ પોલિસીને તમારી લોનથી અલગ રાખો. તમે જેટલી લોન લઈ રહ્યા છો તેટલી જ રકમ જેટલો ટર્મ પ્લાન ખરીદો… જો તમે લોનને કવર કરવા માટે અલગથી વીમો નહીં લો તો તમારી ગેરહાજરીમાં તમારા કુટુંબના લક્ષ્યો પૂરા નહીં થઇ શકે.
જૈન કહે છે કે હોમ લોન 10 થી 20 વર્ષના લાંબા સમયગાળા માટે હોય છે. તેથી વીમા પ્રીમિયમ વાર્ષિક ધોરણે પસંદ કરો. જો તમે નિર્ધારિત સમયગાળા પહેલા લોનની ચુકવણી કરો છો તો ટર્મ પ્લાન માટે પ્રીમિયમ ભરવાનું બંધ કરો. આનાથી તમને પ્રીમિયમ સ્વરૂપે ઘણી બચત થશે. ક્રેડિટ ઇન્સ્યોરન્સનો મૂળ હેતુ ગગન જેવા લોકોના પરિવારોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ પોલિસી બેંક માટે પણ ઉપયોગી સાબિત થાય છે કારણ કે લોન લેનારાના મૃત્યુના કિસ્સામાં બેંકના પૈસા નથી ડૂબતા અને વસૂલાત માટે વધુ કાનૂની પ્રક્રિયા પણ પૂરી નથી કરવી પડતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો