LIC lapsed policy: સરકારની મહાકાય વીમા કંપની LICએ એક્સપાયર થઈ ગયેલી પૉલિસી ફરીથી એક્ટિવ કરવા માટે સ્પેશિયલ કેમ્પેન લૉન્ચ કર્યું છે. જો LICની પૉલિસી લેપ્સ થઈ ગઈ હોય તો આ સ્પેશિયલ રિવાઈવલ કેમ્પેન હેઠળ ફરીથી એક્ટિવ કરાવી શકો છો. આ કેમ્પેન 31 ઓક્ટોબર, 2023 સુધી ચાલુ રહેશે. લાઈફ ઈન્સ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (LIC) તમારી લેપ્સ્ડ થયેલી પૉલિસી માટે લેટ ફી પર આકર્ષક કન્સેશન સાથે પૉલિસી ફરીથી એક્ટિવ કરાવવાની તક આપી રહી છે.
જો તમારી પાસે વીમા પૉલિસી હોય અને તમે પ્રીમિયમ ભરવાનું ચૂકી ગયા હોવ તો અમુક દિવસો બાદ તે પૉલિસી એક્સપાયર થઈ જાય છે. LICની સ્પેશિયલ રિવાઈવલ સ્કીમ હેઠળ તમે અમુક શરતો અને મર્યાદાનું પાલન કરીને પૉલિસી ફરીથી ચાલુ કરાવી શકો છો અને વીમા કવર મેળવી શકો છો. પ્રીમિયમ ભરવાની તારીખ ચૂકી ગયા હોવ ત્યારથી લઈને અત્યાર સુધીમાં જો 5 વર્ષ પૂરા ના થયા હોય તો તમે આ કેમ્પેન હેઠળ પૉલિસી ફરી એક્ટિવ કરાવી શકશો. આ અંગે LICએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે અને નજીકની LIC બ્રાન્ચ અથવા એજન્ટનો સંપર્ક કરીને વધુ વિગત મેળવવાની સૂચના આપી છે. તમે LICની વેબસાઈટ http://licindia.in પર જઈને પણ વધુ માહિતી મેળવી શકો છો.
Published - September 26, 2023, 09:57 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો