પોલિસી બજારનો સર્વે જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સારવારના ખર્ચમાં બેગણાથી વધુની વૃદ્ધિ થઇ છે. વર્ષ 2018 દરમિયાન હોસ્પિટલમાં સારવારનો એવરેજ ખર્ચ 24,569 રૂપિયા હતો જે 2022માં વધીને 64,135 રૂપિયા થઇ ગયો.
Money9: સુખરામના નાકનું હાડકું વધી ગયું છે. કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરે ઓપરેશનમાં એક લાખ રૂપિયાનો ખર્ચ બતાવ્યો હતો. આ બીમારીથી કોઇ ખાસ જોખમ ન હોવાથી સુખરામે ઓપરેશન કરવાનું માંડી વાળ્યું. હવે તપાસ કરી તો હોસ્પિટલ બે લાખ રૂપિયા માંગી રહી છે.
આ સમસ્યા ફક્ત સુખરામની જ નથી. પોલિસી બજારનો સર્વે જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સારવારના ખર્ચમાં બેગણાથી વધુની વૃદ્ધિ થઇ છે. વર્ષ 2018 દરમિયાન હોસ્પિટલમાં સારવારનો એવરેજ ખર્ચ 24,569 રૂપિયા હતો જે 2022માં વધીને 64,135 રૂપિયા થઇ ગયો. આ રીતે છેલ્લા પાંચ વર્ષમાં સારવારનો ખર્ચ 160 ટકા વધી ગયો. મેટ્રો શહેરોમાં સારવારનો ખર્ચ એવરેજ કરતાં વધુ વધ્યો છે. એવી આશંકા તો પહેલેથી જ હતી કે કોવિડ બાદ મોંઘી થયેલી સારવારની અસર લોકોના ખિસ્સા પર પડશે. પરંતુ અસર આટલા મોટા પાયે પડશે તેનું અનુમાન ન હતું. એટલું જ નહીં હોસ્પિટલોમાં એક જ સરખી સારવારના ખર્ચમાં પણ મોટો તફાવત જોવા મળે છે. જેટલી મોટી હોસ્પિટલ સારવારનો ખર્ચ એટલો વધારે..
વાસ્તવમાં કોરોના દરમિયાન હોસ્પિટલોએ સારવારના નામે કેટલીક નવી સુવિધાઓ ઉમેરી. સંક્રમણના બચાવ માટે કેટલીક નવી વ્યવસ્થાઓ કરી. જેનાથી સારવારનો ખર્ચ વધી ગયો. મહામારી સમાપ્ત થયા બાદ આ ખર્ચમાં કોઇ ઘટાડો ન થયો ઉલટાનું ખર્ચ વધી ગયો. જેનું પરિણામ એ છે કે દેશમાં સામાન્ય મોંઘવારી સાત ટકાના સ્તરે છે જ્યારે હેલ્થકેર ઇન્ફ્લેશન 14 ટકા એટલે કે બેગણી તેજીથી વધી રહ્યો છે. જેનો અર્થ એ થયો કે જો અત્યારે આ બીમારીનો ખર્ચ 3 લાખ રૂપિયા છે. આવતા પાંચ વર્ષમાં તે વધીને 6 લાખ રૂપિયા થઇ જશે.
નેશનલ હેલ્થ પ્રોફાઇલ-2021ના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં ભરતી થવા પર એકસાથેના ખર્ચમાંથી એવરેજ 80 ટકાથી વધુ હિસ્સો લોકોને પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડી રહ્યો છે. જેને આઉટ ઓફ પોકેટ મેડિકલ ખર્ચ કહે છે. વિશ્વ આરોગ્ય સંગઠનનો રિપોર્ટ દર્શાવે છે કે આ પ્રકારના મેડિકલ ખર્ચના કારણે ભારતમાં દર વર્ષે 5 કરોડથી વધુ લોકો ગરીબ થઇ જાય છે. ઘરોમાં આરોગ્ય પર વધતા ખર્ચના કારણે દર વર્ષે 8 થી 9 ટકા લોકો ગરીબી રેખાની નીચે જતા રહ્યા છે.
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ ડો.રાહુલ શર્મા કહે છે કે કોરોના બાદ હેલ્થ વીમો ખરીદવાને લઇને લોકો જાગૃત થયા છે. વીમાની પહોંચ વધવાથી આરોગ્ય સેવાઓની માંગ અને ઉપયોગમાં વધારો થયો છે. જેનાથી મેડિકલ ખર્ચ વધે છે. સારવારના ખર્ચમાં ડાયગ્નોસ્ટિક અને દવાનો મોટો હિસ્સો હોય છે. છેલ્લા 3 વર્ષમાં દવાઓની કિંમત 15 થી 20 ટકા વધી છે. ક્લેમનો ખર્ચ વધવાથી હેલ્થ વીમા કંપનીઓ પ્રીમિયમ વધારી રહી છે. છેલ્લા એક વર્ષમાં પ્રીમિયમમાં 10 થી 25 ટકાની વૃદ્ધિ થઇ છે. ડો.શર્મા કહે છે કે હાલ કઇ બીમારીના સારવારનો કેટલો ખર્ચ હોવો જોઇએ. તેની કોઇ મર્યાદા નથી. હોસ્પિટલ સારવાના નામે મનફાવે તેટલા પૈસા વસૂલી રહી છે. જેનાથી મોટી સંખ્યામાં લોકોને સમયસર સારવાર નથી મળી રહી. જો આ અંગે સરકાર કોઇ કડક નિયમ બનાવે તો હેલ્થકેરની મોંઘવારી પર અંકુશ લગાવી શકાશે.
Published September 8, 2023, 17:25 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો