સોવરેન ગોલ્ડ બોન્ડ પર લાગે છે કેટલો ટેક્સ? php // echo get_authors();
?>
જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું વિચારતા હશો તો તમને એક સવાલ થતો હશે કે જો સરકાર જ બોન્ડ બહાર પાડતી હોય તો તેમાં થતી કમાણી પર કોઇ કર લાભ મળે કે નહીં? તો આવો તમારા આ સવાલનો જવાબ આપી દઉં...સોવરેન ગોલ્ડ ફંડનો સૌથી મોટો ફાયદો તે છે કે તેમાં તમને આઠ વર્ષની પાકતી મુદતે મળતી રકમ ટેક્સ ફ્રી હોય છે. જો તમે પાકતી મુદત પહેલાં રિઝર્વ બેન્ક મારફતે બોન્ડ રિડીમ કરો છો તો પણ કોઇ ટેક્સ નહીં લાગે. પરંતુ જો તમે આ બોન્ડ એક્સ્ચેન્જ મારફતે વેચો છો તો તેના પર મળતું રિટર્ન કેપિટલ ગેઇનની શ્રેણીમાં આવશે.
MONEY9 GUJARATI: જો તમે સોનામાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો સોવરેન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે. SGB સરકાર બહાર પાડે છે અને તેની મેચ્યોરિટીની મુદત 8 વર્ષની હોય છે. જો કે તમે પાંચ વર્ષ પછી આ બોન્ડને વેચી શકો છો. SGBમાં તમને સોનામાં તેજી મંદીનો લાભ મળે છે અને સાથે સાથે વાર્ષિક 2.5 ટકા વ્યાજ પણ મળે છે. આ વ્યાજ દર છ મહિને તમારા બેન્ક ખાતામાં જમા થાય છે.
સોવરેન એટલે કે સરકારી ગોલ્ડ બોન્ડમાં તમે ઓછામાં ઓછું 1 ગ્રામ અને મહત્તમ એક વર્ષમાં 400 ગ્રામ સુધી ખરીદી શકો છો. ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓ એક વર્ષમાં 20 કિલો જેટલું સોનું ખરીદી શકે છે.
હવે સવાલ તે આવે છે કે ગોલ્ડ બોન્ડની ખરીદી કરવી ક્યાંથી? તો આવો અમે તમને આ પણ માહિતી આપી દઇએ. તમે બેન્ક અથવા પોસ્ટ ઓફિસની મુખ્ય શાખાઓમાંથી ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. મોટા સ્ટોક એક્સ્ચેન્જ NSE અને BSE મારફતે પણ તમે ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. ઓનલાઇન ખરીદી કરને તમે તેને તમારા ડિમેટ એકાઉન્ટમાં રાખી શકો છો. તમે નેટબેન્કિંગ મારફતે પણ રોકાણ કરી શકો છો.
લગભગ તમામ મોટી બેન્ક આ સુવિધા આપે છે. બેન્ક ગોલ્ડ બોન્ડના રૂપમાં સર્ટિફિકેટ જારી કરી છે. તેના માટે તમારે ડિમેટ એકાઉન્ટની જરૂર નથી.
હવે વાત કરીએ ટેક્સની, સોવરેન ગોલ્ડ ફંડનો સૌથી મોટો ફાયદો તે છે કે તેમાં તમને આઠ વર્ષની પાકતી મુદતે મળતી રકમ ટેક્સ ફ્રી હોય છે. જો તમે પાકતી મુદત પહેલાં રિઝર્વ બેન્ક મારફતે બોન્ડ રિટીમ કરો છો તો પણ કોઇ ટેક્સ નહીં લાગે.
પરંતુ જો તમે આ બોન્ડ એક્સ્ચેન્જ મારફતે વેચો છો તો તેના પર મળતું રિટર્ન કેપિટલ ગેઇનની શ્રેણીમાં આવશે.
બોન્ડને જો ખરીદીના ત્રણ વર્ષની અંદર વેચવામાં આવે છે તો તેના પર મળતા રિટર્નને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે. આ કમાણી રોકાણકારની વાર્ષિક આવકમાં જોડાશે અને તેના પર રોકાણકારના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે. જો તમે આ જ બોન્ડ ત્રણ વર્ષ પછી વેચો છો તો તેમાં મળતા રિટર્નને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવશે અને તેના પર 20 ટકા ટેક્સ લાગશે. સાથે સાથે દર છ મહિને મળતું વ્યાજ પણ રોકાણકારની વાર્ષિક આવકમાં ગણાશે અને કુલ આવકના સ્લેબ મુજબ ટેક્સ લાગશે.
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકીનું કહેવું છે કે સુરક્ષિત રોકાણ માટે સોનું એક સારો વિકલ્પ છે. તમારા પોર્ટફોલિયોના 10થી 15 ટકા સુધી ગોલ્ડમાં રોકાણ કરવું જોઇએ. આ રોકાણ માટે ગોલ્ડ બોન્ડ અને ગોલ્ડ ETF સારા વિકલ્પ છે. તમે આ બંને વિકલ્પમાં 50-50 ટકા રોકાણ કરી શકો છો.
ભારતીય માનસિકતા મુજબ તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડ બોન્ડ તો હોવા જ જોઇએ. તમે તમારા બાળકોના લગ્ન માટે થોડું થોડું રોકાણ કરીને સોનું ભેગું કરવા માટે ગોલ્ડ બોન્ડ શાનદાર વિકલ્પ છે.
Published September 18, 2023, 14:20 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો