સંકટના સમયમાં સોનું આપશે સાથ! php // echo get_authors();
?>
ગોલ્ડ લોન એક સિક્યોર્ડ લોન છે. સિક્યૉર્ડ લોન હોવાના કારણે બેંક સરળતાથી લોન આપી દે છે. કેમ કે સોનાને ગિરો મુક્યું હોવાથી તેમને લોન ડૂબવાનું જોખમ ઓછું હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગોલ્ડ લોનની ડિમાંડ ઘણી વધી છે,, આવો સમજીએ કેમ?
MONEY9 GUJARATI: અચાનક આવેલા નાણાકીય સંકટ માટે અમારી પાસે એક લાઈન છે.. ઘરમેં પડા હો સોના, ફીર કાહે કો રોના… જ્યારે પણ અર્જન્ટ પૈસાની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ.. મિત્રો પાસે પહોંચી જઈએ છીએ કે ઉધાર આપી દો. વિચારીએ છીએ કે બેંકમાંથી પર્સનલ લોન લઈ લઈએ. પરંતુ જો તમારી પાસે ગોલ્ડ છે તો પર્સનલ લોન લેવાની ભૂલ ક્યારેય ના કરતા..
કેમ કે ગોલ્ડ લોન એક સિક્યોર્ડ લોન છે. તમે સોનાને બેંક અથવા NBFC એટલે કે નૉન બેંકિંગ ફાઈનાન્સ કંપની પાસે ગિરો મૂકીને લોન લઈ શકો છો. સિક્યૉર્ડ લોન હોવાના કારણે બેંક સરળતાથી લોન આપી દે છે. કેમ કે સોનાને ગિરો મુક્યું હોવાથી તેમને લોન ડૂબવાનું જોખમ ઓછું હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગોલ્ડ લોનની ડિમાંડ ઘણી વધી છે,, આવો સમજીએ કેમ?
ગોલ્ડ લોનની ડિમાન્ડમાં થયો વધારો
સોનાના બદલામાં લોન આપવા હવે ઘણી બેંકો આગળ આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આંકડા પ્રમાણે,,બેંકોના ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં 16.2 ટકાનો વધારો થયો છે… માર્ચ 2022ના અંતથી 27 જાન્યુઆરી, 2023 વચ્ચે ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં રૂ. 11,968 કરોડનો વધારો થયો છે… તેનું કારણ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓની સરખામણીમાં સ્પર્ધાત્મક વ્યાજ દરે લોન આપવાનું છે…
ગોલ્ડ લોનની બાબતમાં બેંકોથી આગળ છે NBFC
ત્યાં, NBFC ગોલ્ડ લોનની બાબતમાં બેંકો થઈ આગળ.. Finance Industry Development Council (FIDC) અને ક્રેડિટ બ્યૂરો CRIF તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે,, NBFCsએ નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં રૂ. 50,958 કરોડની ગોલ્ડ લોન મંજૂર કરી હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં મંજૂર કરાયેલ રૂ. 41,156 કરોડ કરતાં 24 ટકા વધુ છે… આ સમયગાળા દરમિયાન, NBFCમાં હોમ લોન અને વ્યક્તિગત લોનની ઝડપ ઘટી છે…
એજ્યુકેશન માટે લોકો લઈ રહ્યા છે ગોલ્ડ લોન
ઇકોનોમિક ટાઇમ્સના તાજેતરના અહેવાલ મુજબ, NBFCs એ એડમિશન સીઝનમાં ગોલ્ડ લોનમાં 10 થી 15 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે… મોટા ભાગના કિસ્સાઓમાં, ઓછી જાણીતી કોલેજમાં તેમના બાળક માટે સીટ મેળવવા માંગતા લોકો દ્વારા લોનની અરજી કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી કોલેજમાં ભણવા માટે એજ્યુકેશન લોન મેળવવી થોડી મુશ્કેલ છે… કદાચ એટલે જ લોકો ગોલ્ડ લોન લઈ રહ્યા છે…
ગોલ્ડ લોન મળવી સરળ
ગોલ્ડ લોન માટે અરજી કરવી સરળ છે…તેમાં એજ્યુકેશન લોન કે પર્સનલ લોનની જેમ વધુ કાગળની જરૂર પડતી નથી…તે સમયની બચત કરે છે અને લોન થોડા કલાકોમાં જ મળી જાય છે…બીજું, ગોલ્ડ લોનની રકમના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી…એટલે કે તમે કોઈપણ હેતુ માટે ગોલ્ડ લોનનો ઉપયોગ કરી શકો છો…પછી તે બાળકના એડમિશન,, કોઈ જરૂરી ખર્ચ હોય કે મેડિકલ ઈમરજન્સી હોય…
જ્યારે લોનની વાત આવે છે, ત્યારે આપણા મગજમાં સૌથી પહેલા પર્સનલ લોન આવે છે…પરંતુ ગોલ્ડ લોન પર્સનલ લોન કરતાં સસ્તી છે…હાલમાં પર્સનલ લોનના વ્યાજ દરો 10-11%થી શરૂ થાય છે જ્યારે ગોલ્ડ લોનના દર 8%થી શરૂ થાય છે…આ સિવાય 1 ટકા સુધી પ્રોસેસિંગ ફી, વેલ્યુએશન ચાર્જ જેવા ચાર્જ ચૂકવવા પડે છે…
ગોલ્ડ લોનનો લોન ટુ વેલ્યુ રેશિયો એટલે કે LTV 75 થી 90 ટકા છે… સાદા શબ્દોમાં કહીએ તો, તમે તમારા સોનાની બજાર કિંમતના 75 થી 90 ટકા સુધીની લોન મેળવી શકો છો… લોનની મુદત 3 મહિનાથી 4 વર્ષ સુધીની હોઈ શકે છે…
બેન્કો NBFC ની સરખામણીમાં ઓછા વ્યાજ દરે ગોલ્ડ લોન આપે છે… NBFCનું લગભગ 50% ફંડિંગ બેન્કો પાસેથી લોન દ્વારા થાય છે… આ કંપનીઓ બેન્ક પાસેથી લોન લે છે અને પછી ગ્રાહકને લોન આપે છે… તેથી જ્યારે તેઓ તેમનું માર્જિન ઉમેરે છે ત્યારે વ્યાજ દર વધે છે… જો કે, અહીં તમને બેન્ક કરતા ઓછા સમયમાં લોન મળી જાય છે…
ચાલો જુદી જુદી બેંકોના વ્યાજ દરો પર નજર કરીએ.. BankBazaar.com મુજબ, કોટક મહિન્દ્રા 8 થી 17 ટકા, SBI 8.65 થી 9.75 ટકા, પંજાબ નેશનલ બેંક 8.10 થી 9.25 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 8.75 થી 17 ટકા, Canara Bank 9.60 ટકા, Muthoot Finance 10.5 થી 22 ટકા અને Manappuram Finance ના ગોલ્ડ લોનના વ્યાજદર 9.90 થી 24 ટકા વાર્ષિક છે..
ગોલ્ડ લોન માટે જરૂરી નથી સારો ક્રેડિટ સ્કોર
ગોલ્ડ લોન માટે ક્રેડિટ સ્કોર મહત્વનો નથી હોતો.. જો ક્રેડિટ સ્કોર સારો ન હોય તો પણ લોન મળશે… પર્સનલ લોનના કિસ્સામાં એવું નથી…ખરાબ ક્રેડિટ સ્કોરમાં કાં તો લોન નહીં મળે અથવા મળશે તો ખૂબ ઊંચા વ્યાજ દરે…
લોકો ઓછા પેપર વર્ક, આકર્ષક વ્યાજ દરો અને ઝડપી લોનને કારણે ગોલ્ડ લોન લઈ રહ્યા છે… 18 વર્ષથી વધુ ઉંમરના પુરૂષો અથવા મહિલાઓ ગોલ્ડ લોન લઈ શકે છે… કેટલીકવાર તમારે સોનાની માલિકી સાબિત કરવી પડી શકે છે… લોન લીધા પછી સમયસર EMI ચૂકવો… પેમેન્ટ મિસ થવા પર લેટ ચાર્જ લાગશે.. જો લોન ચૂકવવામાં ન આવે તો બેંકને ગીરવે રાખેલ સોનું વેચવાનો અધિકાર છે… લોનના foreclose અથવા પ્રી-પેમેન્ટ માટે ચાર્જિસ પણ હોઈ શકે છે…
Published July 27, 2023, 20:19 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો