નવા વર્ષથી બંધ થઈ જશે Google Pay, Paytm, PhonePe એકાઉન્ટ…? php // echo get_authors();
?>
જો તમે 2023માં Google Pay, Paytm અને PhonePe પર કોઈ બેન્કનું UPI ID બનાવ્યું હશે અને આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ નહીં કર્યો હોય તો, 1 જાન્યુઆરીથી આ UPI ID નિષ્ક્રિય થઈ જશે.
સરકાર હવે UPI ખાતા પર ચુસ્ત નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. 1 જાન્યુઆરીથી તમારું UPI આઈડી પણ બ્લૉક થઈ શકે છે. જેમનું UPI એકાઉન્ટ લાંબા સમયથી નિષ્ક્રિય હશે તેને બ્લૉક કરવાનો નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ લીધો છે. NPCIના આદેશ અનુસાર, જો કોઈ UPI આઈડી 1 વર્ષથી ઉપયોગમાં ના હોય તો તેને 1 જાન્યુઆરીથી બ્લૉક કરવામાં આવશે. જો તમે 2023માં Google Pay, Paytm, PhonePe પર કોઈ UPI આઈટી બનાવ્યું હશે અને આખા વર્ષમાં તેનો ઉપયોગ નહીં કર્યો હોય તો 1 જાન્યુઆરીથી તેને બ્લૉક કરી દેવામાં આવશે.
નવો નિયમ નવા વર્ષથી લાગુ થશે
NPCIના તાજા નિયમ પ્રમાણે, આ નિયમ ક્રેડિટ અથવા ડેબિટ બંને ટ્રાન્ઝેક્શન બંને માટે લાગુ થશે. જો કોઈ UPI આઈડીથી પૈસા નહીં મોકલવામાં આવ્યા હોય અથવા તેના પર પૈસા જમા નહીં થયા હોય તો આઈડી બંધ કરવામાં આવશે. નવા વર્ષથી આવા UPI આઈડી પર કોઈ લેવડદેવડ નહીં થઈ શકે. NPCIએ બેન્કોને અને થર્ડ-પાર્ટી એપ્લીકેશન્સને 31 ડિસેમ્બર સુધીમાં આવા UPI આઈડી શોધવાનું કામ સોંપ્યું છે.
બેન્ક જાણ કરશે પછી UPI ID બ્લૉક કરશે
તમારું UPI ID અચાનક બંધ કરવામાં નહીં આવે. ધારો કે, તમે UPI IDનો ઉપયોગ નહીં કર્યો હોય તો તેને નિષ્ક્રિય કરતાં પહેલાં તમારી બેન્ક તમને ઈમેઈલ મોકલશે અથવા SMS દ્વારા જાણ કરશે. તમને ચોક્કસ સમયગાળો આપીને આ ખાતુ એક્ટિવ કરવાનું કહેવામાં આવશે અને જો તમે સમયની અંદર UPI ID એક્ટિવ નહીં કરાવો તો, તમારું UPI ID નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
UPI ID બંધ કરવાનો હેતુ
એક્ટિવ ના હોય તેવા UPI ID બંધ કરવાનો હેતુ ખોટી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર ન થઈ જાય તે સુનિશ્ચિત કરવાનો છે. NPCIને અપેક્ષા છે કે, આવું કરવાથી ખોટી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા રોકી શકાશે. તાજેતરમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા હતા, જેમાં ખોટી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. લોકો ઘણી વખત નવા ફોન સાથે જોડાયેલી UPI IDને નિષ્ક્રિય કર્યા વગર મોબાઈલ નંબર બદલી નાખે છે. આ નંબર પછી અન્ય વ્યક્તિ પાસે પહોંચી જાય છે જ્યારે UPI જૂની વ્યક્તિનું હોય છે. આવી સ્થિતિમાં ખોટી લેવડદેવડ થવાની સંભાવના વધી જાય છે. આથી, નવો નિયમ લાગુ કરીને નવા વર્ષથી આ જોખમ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
Published: November 20, 2023, 13:16 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો