RBI Bulletin: હવે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન અને ગેરન્ટી વગરની લોન લેવાનું અઘરું બની શકે છે, કારણ કે, RBIએ આવી લોનના નિયમો કડક કર્યાં છે. RBIને આવી લોનની વધતી માંગને લઈને ચિંતા છે. NBFC માટે રિટેલ લોનનું રિસ્ક-વેઈટ 100 ટકાથી વધારીને 125 ટકા કરવામાં આવ્યું છે.
RBI Bulletin – November 2023: રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ 16 નવેમ્બરે જણાવ્યું છે કે, તે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન તેમજ વગર ગેરન્ટીએ મળતી લોનના નિયમો કડક કરશે. દેશમાં ગેરન્ટી વગર મળતી લોનની વધતી માંગને ધ્યાનમાં રાખીને RBIએ બેન્કો અને NBFC (નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ)ના કન્ઝ્યુમર ક્રેડિટ એક્સપોઝર (consumer credit exposure)ના નિયમો આકરા કરી દીધા છે.
RBIના આ પગલાંને કારણે આગામી દિવસોમાં ક્રેડિટ કાર્ડ પર મળતી લોનની લિમિટ ઘટી શકે છે તેમજ મોબાઈલ ફોન અને હોમ એપ્લાયન્સિસ જેવી પ્રોડક્ટ્સ માટે મળતી લોનમાં ઘટાડો થઈ શકે છે.
RBIએ NBFC માટે રિટેલ લોનનું રિસ્ક વેઈટ 100 ટકાથી વધારીને 125 ટકા કરી દીધું છે, એટલે કે, NBFCએ પોતાની રિસ્ક પ્રોફાઈલને સલામત કરવા માટે બેન્કોને અલગથી મૂડીની વ્યવસ્થા કરી આપવી પડશે.
RBI કૉમર્શિયલ બેન્કો માટે કન્ઝ્યુમર ક્રેડિટ એક્સપોઝરના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ બેન્કો દ્વારા ચૂકવવામાં આવતી લોન પર રિસ્ક વેઈટ 100 ટકા હતું, પરંતુ હવે તે 25 વધીને 125 ટકા રહેશે. અમુક પ્રકારના ઋણ માટે કડક નિયમો લાગુ થયા છે જ્યારે અમુક ઋણના નિયમોમાં રાહત મળી છે. RBIએ હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન તથા વ્હિકલ લોનને આકરા નિયમોમાં રાહત આપી છે જ્યારે NBFC પર લાગુ થતા નિયમ કડક કર્યાં છે.
RBIએ બેન્કો અને NBFCની ક્રેડિટ કાર્ડ લોનનું રિસ્ક વેઈટ પણ વધારી દીધું છે. અગાઉ બેન્કો માટે રિસ્ક વેઈટ 125 ટકા હતું જે હવે 25 ટકા વધારીને 150 ટકા કરવામાં આવ્યું છે જ્યારે NBFC માટે તેને 100 ટકાથી વધારીને 125 ટકા કરવામાં આવ્યું છે. એટલે કે, બેન્કોને જ્યાં ક્રેડિટ કાર્ડ લોન પર રિકવરી થતી હશે ત્યાં વધારે લોનની છૂટ મળશે અને જ્યાં રિકવરી નહીં થતી હોય ત્યાં કડક નિયમો લાગુ થશે.
Published: November 16, 2023, 13:09 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો