રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે હોમ લોનની ચુકવણી કર્યા પછી, ગ્રાહકોને 30 દિવસની અંદર તેમના રજિસ્ટ્રેશન પેપર્સ પાછા મળશે.
Money9: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે હોમ લોનની ચુકવણી કર્યા પછી, ગ્રાહકોને 30 દિવસની અંદર તેમના રજિસ્ટ્રેશન પેપર્સ પાછા મળશે. આરબીઆઈએ તમામ બેંકો અને એનબીએફસીને સૂચનાઓ જારી કરી છે. એટલું જ નહીં, જો બેંક 30 દિવસમાં ગ્રાહકોને રજિસ્ટ્રી પેપર્સ પરત નહીં કરે તો બેંકને દરરોજ 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. અત્યાર સુધી લોન પૂરી થયા બાદ પણ લોકોને રજિસ્ટ્રીના કાગળો મેળવવા માટે ભટકવું પડતું હતું અને બેંકની ઢીલી પ્રક્રિયાના કારણે તેના માટે અનેક ચક્કર કાપવા પડતા હતા.
RBIએ પોતાના નિર્ણયમાં શું કહ્યું?
રિઝર્વ બેંકે પોતાના નિર્ણયમાં બધી સંબંધિત નાણાકીય સંસ્થાઓને તાજેતરના ઓર્ડરમાં રિસ્પોન્સિબલ લેંડિંગ કન્ડક્ટ એટલે કે જવાબદાર ધિરાણ આચરણની યાદ અપાવી હતી. આરબીઆઈએ કહ્યું કે જો ગ્રાહક તમામ હપ્તા ચૂકવે છે તો તેની પ્રોપર્ટી ડીડ સમયસર પરત કરવી જોઈએ. મહત્વનું છે કે રિઝર્વ બેંકને એવી ફરિયાદો મળી રહી હતી કે ગ્રાહકો દ્વારા લોનની સંપૂર્ણ ચુકવણી કરવા અથવા સેટલ કર્યા પછી પણ બેંકો અને NBFC વગેરે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ આપવામાં વિલંબ કરી રહી છે. ઘણા કિસ્સાઓમાં, ગ્રાહકો અને બેંકો વચ્ચે કોર્ટ કેસોની સ્થિતિ પણ ઉભી થઇ હતી.
રિઝર્વ બેંક દ્વારા બેંકોને આપવામાં આવેલા દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે હવે જ્યારે પણ ગ્રાહકને લોન આપવામાં આવે ત્યારે તેના સેંકશન લેટરમાં બધા ડોક્યુમેન્ટ પાછા આપવાની તારીખ અને સ્થળનો પણ ઉલ્લેખ હોવો જોઇએ. જો લોન લેનારનું મૃત્યુ લોનના સમયગાળા દરમિયાન થાય છે, તો તેના વારસદારને દસ્તાવેજો પરત કરવાની પ્રક્રિયાને પારદર્શક બનાવવાની રહેશે. બેંકોએ તેમની વેબસાઇટ પર પણ આ માહિતી આપવાની રહેશે.
Published September 13, 2023, 19:03 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો