બજાજ ફાયનાન્સ નહીં આપી શકે લોન, RBIએ મૂક્યો તાત્કાલિક અસરથી પ્રતિબંધઃ જાણો શું છે કારણ php // echo get_authors();
?>
બજાજ ફાયનાન્સે ડિજિટલ લેન્ડિંગ ગાઈડલાઈન્ડસનું પાલન કરવામાં ભૂલ કરી હોવાથી RBIએ કંપનીને બે પ્રોડક્ટ હેઠળ લોન આપવાનું તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપી છે.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ બજાજ ફાયનાન્સને આકરો આદેશ આપ્યો છે અને તાત્કાલિક અસરથી લોન આપવાનું બંધ કરવા જણાવ્યું છે. બજાજ ફાયનાન્સને બે ધિરાણ પ્રોડક્ટ (lending products) હેઠળ લોનની મંજૂરી (sanction) આપવાનું અને લોન આપવાનું (disbursal) બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કંપનીએ ડિજિટલ લેન્ડિંગના ધારાધોરણોનું પાલન કર્યું ન હોવાથી ‘eCOM’ અને ‘Insta EMI Card’ નામની બે લેન્ડિંગ પ્રોડક્ટ હેઠળ લોન સેન્ક્શન અને લોન ડિસ્બર્સલ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બજાજ ફાયનાન્સનો શેર 15 નવેમ્બરે 1.95 ટકા ઘટીને 7,216.95 રૂપિયાએ બંધ રહ્યો હતો.
બજાજ ફાયનાન્સની ભૂલ
RBIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બજાજ ફાયનાન્સે બે લેન્ડિંગ પ્રોડક્ટ (eCOM and Insta EMI Card) હેઠળ લોનધારકોને મહત્ત્વની જાણકારી આપી નહોતી. RBIએ જણાવ્યું છે કે, જો કંપની તેની ખામી સુધારી લેશે તો પ્રતિબંધના આદેશની સમીક્ષા કરવામાં આવશે.
RBIએ જણાવ્યું છે કે, રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા એક્ટની જોગવાઈ 45L(1)(b) હેઠળ સત્તાનો ઉપયોગ કરીને આ પગલાં ભરવામાં આવ્યા છે.
કઈ પ્રોડક્ટ પર પ્રતિબંધ લાગ્યો?
કંપની નાની-નાની રકમનું ગ્રાહક ધિરાણ આ બંને પ્રોડક્ટ હેઠળ આપે છે. બજાજ ફાયનાન્સની વેબસાઈટ પરથી મળતી માહિતી પ્રમાણે, Insta EMI Card હેઠળ ગ્રાહકોને નાની રકમની ખરીદી માટે 2 લાખ રૂપિયા સુધીનું પ્રિ-અપ્રૂવ્ડ ધિરાણ મળી શકે છે. જોકે, કંપનીની વેબસાઈટ પર eCOM પ્રોડક્ટની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
ડિજિટલ લેન્ડિંગ ગાઈડલાઈન
RBIએ ગયા વર્ષથી લાગુ કરેલી ડિજિટલ લેન્ડિંગ ગાઈડલાઈન્સ હેઠળ કોઈ પણ ધિરાણકર્તાએ ઉધાર લેનાર વ્યક્તિને ફી તથા ચાર્જ સહિતની માહિતી સીધેસીધી આપવી જરૂરી છે અને જો ડિફોલ્ટ થાય તો રિકવરી માટે કેવી પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે તેની માહિતી આપવી પણ જરૂરી છે.
Published: November 15, 2023, 14:00 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો